Teachers can easily find student’s weakness and immediately starts working on it

”I met Sandhya for the first time when she was in class 6. She was good at English and maths but she was scared of science subject. When I sat with her to understand why it is so, she said, ”I don’t understand science at all!” Sandhya was not an ordinary student. She is brilliant. However, she did not like science and so, she used to drop that subject. I thought that was not right.

“Teachers are specially trained in our foundation to teach difficult subjects easily. I used what I learned in this training to teach Sandhya science with childlike ease. And Sandhya, with her devotion, became quite proficient with science within two years. She is currently in class 12 and dreams of becoming a doctor. I am constantly with her to solve her every puzzle in her education” said Rubinaben. Her father is a vegetables hawker. Witnessing her father’s difficulties, Sandhya repeats every day, ‘I want to become a doctor and free my father from pulling lorry to sell vegetables.’ As also, every daughter is very concerned about her father. The financial condition of the family is also weak. Our foundation train us to hold hands of such students till the end. I just implemented what I learned from foundation and Sandhya now is in class 12.” Rubinaben, who has been working at D K School in Ahmedabad since last 7 years, told us this with pride while talking about Sandhya.

Sandhya with Rubinaben

Sandhya with Rubinaben

Each of our teachers are determined to do something concrete in the lives of children. We went to Sandhya’s house. His father thanked us. He said, ”Sandhya wants to become a doctor, but I don’t understand how that can be possible. We, ourselves do not understand this type of education system. But Rubinaben explains everything to her and with support she in now in class 12.”

When you hear this, you feel satisfied. More than 650 teachers of Dr. K. R. Shroff Foundation teach in various government and institute-run schools where there is shortage of teachers. We provide continuous training to these teachers on how to mold children.

Acharya Chanakya’s phrase ”Destruction and Creation, both are fostered in teacher’s lap.” We try to drill this value in our teachers minds. Foundation’s goal is ”CREATION” and we strive to make teachers determined to achieve it. When we met Sandhya with Rubinaben, we felt that what we sowed has blossomed… 

Rubinaben teaching in class

Rubinaben teaching in class

શિક્ષકો સરળતાથી વિદ્યાર્થીની નબળાઈ શોધે અને તરત જ તેના પર કામ કરવાનું શરૂ કરે 

‘સંધ્યાને હું પહેલીવાર ધો.6માં એ ભણતી ત્યારે મળી. અંગ્રેજી અને ગણીત એનું સારુ પણ વિજ્ઞાનથી એ દુર ભાગે. આવું કેમ? એ સમજવા જ્યારે એની સાથે બેસી ત્યારે એણે કહ્યું, વિજ્ઞાનમાં મને ટપ્પો નથી પડતો.. સંધ્યા સામાન્ય વિદ્યાર્થી નહોતી. એ હોંશિયાર હતી. એને વિજ્ઞાન નથી ગમતું એટલે એ વિષય છોડી દેવાનું એ કરતી જે મને યોગ્ય ન લાગ્યું. બાળકોને અઘરા લાગતા વિષયો સરળ રીતે શીખવવા અમારા ફાઉન્ડેશનમાં તાલીમ આપવામાં આવે. આ તાલીમમાં હું જે શીખી તેનો ઉપયોગ મે સંધ્યાને સરળતાથી વિજ્ઞાન શીખવવા કર્યો. અને સંધ્યાનું વિજ્ઞાન બે વર્ષમાં એકદમ સરસ થઈ ગયું.

હાલ એ ધો.12માં છે અને ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવે છે. હું ભણતરને લગતી એની દરેક મૂંઝવણમાં સાથે છું. એના પપ્પા શાકભાજી વેચે છે. પિતાની તકલીફ સંધ્યા જુએ એટલે દરરોજ મારે ડોક્ટર થઈને મારા પપ્પાને આ લારી લઈને શાકભાજી વેચવામાંથી મુક્તિ અપાવવી છે એવું કહે. દીકરીઓને આમ પણ પિતાની ચિંતા વધુ હોય. પરિવારની આર્થિક હાલત પણ નબળી. અમને ફાઉન્ડેશનમાંથી આવા વિદ્યાર્થીઓની આંગળી છેક સુધી પકડી રાખવાનું શીખવવામાં આવે. બસ જે શીખી એ અમલમાં મુક્યું ને સંધ્યા 12માં આવી ગઈ.’

અમદાવાદમાં ડી કે બીન શાળામાં 7 વર્ષથી ફરજ બજાવતા રૃબીનાબહેને ગૌરવ સાથે સંધ્યાની વાત કરતા અમને આ જણાવ્યું. 

Sandhya selling vegetables with her father

અમારા દરેક શિક્ષક બાળકોના જીવનમાં નક્કર કશુંક કરવાના સંકલ્પ સાથે કામ કરે. સંધ્યાના ઘરે અમે ગયા. એના પપ્પાએ અમારો આભાર માન્યો. એમણે કહ્યું, ‘સંધ્યા ડોક્ટર બનવાનું કહે પણ એ કેમ બનાય મને કશું સમજાય નહીં. પણ આ રૃબીનાબહેન એને બધુ સમજાવે. અમને તો આ ભણતરમાં ઝાઝી ખબર ના પડે. પણ તમે સાથે રહ્યા ને સંધ્યા બારમાં સુધી પહોંચી ગઈ.’

આવું સાંભળીયે ત્યારે સંતોષ થાય. ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના 650 થી વધારે શિક્ષકો વિવિધ સરકારી અને સંસ્થા સંચાલિત નિશાળમાં જ્યાં શિક્ષકોની ઘટ હોય ત્યાં ભણાવે. આ શિક્ષકોને અમે બાળકોનું ઘડતર કેવી રીતે કરવું તેની સતત તાલીમ આપીયે.

Rubinaben with Sandhya and her father 

આચાર્ય ચાણક્યનું વાક્ય ”પ્રલય ઔર નિર્માણ શિક્ષક કી ગોદમે પલતા હૈ..” આ વાત અમારા શિક્ષકોને અમે બરાબર સમજાવીયે અને ફાઉન્ડેશનનું લક્ષ્ય ”સર્જન” અને એમાં શિક્ષકો કટીબદ્ધ થાય તે માટે મથીયે. 

રૃબીનાબહેન સાથે સંધ્યાને મળીને અમે વાવેલું બરાબર ઊગ્યું હોય એમ લાગ્યું…

Share:

Related

Categories