સ્થાપક, KRSF
મહાત્મા ગાંધીજીની આ વિચારધારા સાથે હું મહદઅંશે સુસંગત થઈ શકું. મારૂં એટલું જ હોઈ શકે જેનાથી હું સન્માનપૂર્વક અને સહજતાથી જીવી શકું. અલબત્ત, કોઈપણ વ્યક્તિ કરોડોની મિલકત સમાજના આવિર્ભાવ વિના શક્ય થઈ જ ના શકે. માટે મારા મત મુજબ એવા તમામ શ્રીમંતોની એ નૈતિક જવાબદારી બને છે કે જે સમાજે તમને ભરોસાપૂર્વક વિશાળ સંપત્તિના અધિપતિ બનાવ્યા છે તેનો ટ્રસ્ટીભાવે સ્વીકાર કરે એટલું જ નહીં પણ સમાજના સામાયિક સુખાકારી માટે પરત થાય તે સુનિશ્ચિત પણ કરે.
મારો દૃઢ વિશ્વાસ છે કે ગરીબી હોય કે પર્યાવરણીય અસમતુલા હોય જે પછી સામાજીક અસમાનતા હોય, વિશ્વના આ તમામ પડકારોનો ઉકેલ શિક્ષણમાં સમાયેલ છે. શિક્ષિત સમુદાય સમાજના સાર્વત્રિક ઉત્કર્ષ માટે તેમજ કોઈપણ વિસંગત પરિસ્થિતિને અવસરમાં બદલવા માટે સક્ષમ છે. બાળકોને ફક્ત શિક્ષિત જ નહીં પણ તાર્કિક સમજણ આપીને અમે તેમને આ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા તૈયાર કરીએ જેથી તેઓ માત્ર સુરક્ષિત ભવિષ્ય જ નહીં પણ જીવનની સાર્થકતા પણ મેળવે.
વધુમાં, ગાંધીજ એ પણ કહે છે કે, “સાચું ભારત ગામડાઓમાંમાં વસે છે.” જો આપણે ભવિષ્યને સુરક્ષિત કરવું હશે તો ગ્રામીણ સમુદાયોને આત્મનિર્ભર કરવા અનિવાર્ય છે. જો આપણે ગ્રામીણ સ્વરોજગારી સુનિશ્ચિત કરી શકીએ તો માત્ર રોજગારી માટે સ્થળાંતરની જરૂરિયાત રહે જ નહીં. આ આપણાં બધા માટે Win – Win પરિસ્થિતિનું સર્જન કરશે પછી તે લોકોની આર્થિક સ્વતંત્રતા માટે હોય કે જળથળ પ્રદૂષણને ઘટાડવા માટે હોય કે, શહેરોમાં વસ્તીવધારાને નિયંત્રિત કરવા હોય કે સ્થાવર અસ્કયામતોના નિર્માણમાં અડચણો દૂર કરવાની હોય અથવા તો પર્યાવરણીય સંતુલનને સુનિશ્ચિત કરવાનું હોય આ તમામ માટે ગ્રામીણ સ્વરોજગાર ખૂબ જ ઉપયોગી, આવશ્યક અને નિવડેલ પરિમાણ બની શકે છે. અને એટલે જ, અમે ગ્રામીણ ઉદ્યમીઓને અમારી સાથે સંલગ્ન સંસ્થાઓના માધ્યમથી વધુ સારી રીતે અર્થોપાર્જન કરવા સક્ષમ બનાવવા પ્રયત્નશીલ રહીએ છીએ જેથી ગ્રામીણ ભારતના કરોડો પરીવાર પણ દેશના આર્થિક વિકાસમાં જ નહીં પણ પર્યાવરણીય સમતુલા જાળવવામાં પણ પોતાનું યોગદાન આપવા સક્ષમ બને કારણ કે સમય હવે આવી ગયો છે કે આપણે સૌએ પોતાના વ્યક્તિગત વિકાસની સાથે સાથે પર્યાવરણ માટે – જળ, હવા, જમીન, વૃક્ષો વગેરે જેવા કુદરતી સંસાધનોના સંવર્ધન માટે નક્કર આયોજન અને કામગીરી કરવી પડશે અને પ્રાકૃતિક ફેરફારની વરવી પરિસ્થિતિથી સમગ્ર માનવ સભ્યતાને બચાવી શકશે.
વર્ષોથી, અમે અમારા નેટવર્ક્સ અને ભાગીદારોની સાથે મળીને અમારા કાર્યને વિસ્તારિત કરવા માટે મજબૂત રણનીતિ વિકસાવી છે. ગ્રામ્ય સ્તરે દરેક કાર્યમાં અમે પ્રોસેસ સ્થાપિત કરીને તે જ કાર્યને સીસ્ટમ લેવલ પર અપનાવવામાં આવે તેવા પ્રયત્નો કરીએ છીએ. જેના થકી ગ્રામ્ય કક્ષાએ પરિવર્તન લાવવામાં અમને સફળતા મળે છે.
અંતે, હું એવા તમામ લોકો, સમુદાયો, સહકર્મીઓ, હિતેચ્છુઓ, સંસ્થાઓ, ચેન્જમેકર્સ વગેરે કે જેઓ અમારા ધ્યેયપૂર્તિમાં અમારા ભાગીદાર બન્યા, અમારી સાથે સંકળાયેલા રહ્યા, અને અમારા કાર્યમાં વિશ્વાસ રાખ્યો તેમનો સહૃદય આભાર વ્યક્ત કરું છું અને આપના સાથને બિરદાવું છું. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને સમાજના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સસ્નેહ માર્ગદર્શન અને સુયોગ્ય અવસરો આપી પોતાના, પોતાના પરિવારના, સમુદાયના, સમાજના અને વૈશ્વિક પ્રગતિ માટે સક્ષમ બનાવી શકીએ, પોતાને અને પોતાના સમુદાયને સ્વનિર્ભર બનાવવા માટે નિમિત્ત બની શકીએ જેથી તેઓ બાહ્યવિશ્વ સાથે ખભેથી ખભો મિલાવી બૃહદ સુખ માટે પ્રયત્નશીલ થઈ શકે.
KRSF એક સામજિક સંસ્થા હોવા છતાં તેને કંપનીની જેમ ચલાવવામાં આવે છે, જેમાં દરેક કાર્યના લક્ષ્ય અમે પહેલેથી નિર્ધારિત કરીએ છીએ, જેના કારણે અમે અમારી દરેક પ્રવૃત્તિમાં ફોકસ અને શિસ્ત થકી ધારેલ પરિણામો મેળવી શકીએ છીએ.
ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) વંચિત સમુદાયના સર્વાંગી વિકાસ માટે અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ માટે સંનિષ્ઠ કામગીરી કરવાના વિઝન સાથે કાર્યરત સંસ્થા છે. સંસ્થાનો મૂળભૂત હેતુ સમાજ અને સમુદાયના વ્યક્તિઓમાં રહેલી સ્વાધીનતાને ઉજાગર કરી સમાજને નવા આગેવાનો આપવાનું અને શિક્ષણ, આરોગ્યસંભાળ, પર્યાવરણ બદલાવ અને સંવર્ધન, વૈશ્વિક તાપમાન વધારો, માનવાધિકાર, આર્થિક/સામાજીક સ્વાવલંબન (ઉદ્યોગસાહસિકતા) અને આવા જ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી આપતા વ્યાપક કાર્યક્રમો દ્વારા સમાજ અને દેશના ઉત્થાનમાં મહત્તમ યોગદાન આપવાનો છે.
અમારું વિઝન એ છે કે સશક્ત આગેવાનો તૈયાર કરીને ગ્રામ્ય સમાજમાં કેળવણી, અર્થવ્યવસ્થા, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રોમાં સરકાર અને સમાજના સહકારથી ધરમૂળથી બદલાવ લાવવો.
સંસ્થા “Measure what Matters (મેઝર વ્હોટ મેટર્સ)” એટલે કે એવી તમામ પ્રવૃત્તિઓનું આંકલન કરો જે હેતુસિદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. માટે જ અમે અમારા તમામ કાર્યક્રમોને સમયસૂચક, મૂલ્યવર્ધી, પરિમાણના માપદંડ પર કેન્દ્રિત રાખીએ છીએ. ઝડપ, ગુણવત્તા અને વ્યાપક્તા એ અમારા કાર્યની વિશેષતા છે અને અમે તેને અમારા તમામ પ્રવૃત્તિઓ/કાર્યોનું અભૂતપૂર્વ અંગ રાખીએ છીએ.
ગુજરાતની આદિવાસી વિસ્તારની ૭૩૩ સરકારી શાળાનોસહયોગ મેળવીને KRSF સંસ્થા શિક્ષણક્ષેત્રે ગ્રામીણ વિસ્તારમાં નખશિખ પરિવર્તન લાવવા માટે કાર્ય કરી રહી છે. ૮૦૦થી પણ વધારે સમર્પિત શિક્ષકોઅને ફિલ્ડ કાર્યકરોના કાર્યબળ થકી અને રાજ્ય શિક્ષણ વિભાગ, શાળા શિક્ષકો, વાલીઓ અને માતાપિતાઓ તેમજ સમાજના સહિયારા સહયોગ દ્વારા KRSFએ કાર્યક્ષમ અને વ્યાપક થઈ શકે તે પ્રકારની કાર્યશૈલી વિકસાવી છે. આ કાર્યક્રમ હેઠળ માત્ર મૂળભૂત શાળાકીય/ પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ કોલેજના ઉચ્ચ અભ્યાસ માટે પણ સંસ્થા માર્ગદર્શન, શિક્ષણ આપવા પ્રયત્નશીલ રહે છે. “Serving Society Through Technology (S2T2)” અંતર્ગત SAAS સોફ્ટવેર અને આધુનિક એનિમેશન વિડીઓઝ વગેરેના માધ્યમથી અમારા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માત્ર સરળ જ નહીં પણ રસપ્રદ પણ બનાવી શક્યા છીએ. અને માટે જ એકલદોકલ નહીં અમારા તમામ વિદ્યાર્થીઓ ઉત્તમ શૈક્ષણિક પરિણામ મેળવી રહ્યા છે.
ભારત એક વિશાળ રાષ્ટ્ર છે અને વધારે વસ્તી હોવાને કારણે ઘણા બધા પરિવારો અત્યંત ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. સરકારની એવી ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ હોવા છતાં ઘણાબધા લોકો ક્યાંક તો તેનાથી અજાણ છે અથવા તેનો ફાયદો લેવાથી વંચિત રહી ગયા છે. KRSF આવા જ વંચિત રહી ગયેલા વ્યક્તિઓ/પરિવારોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં નિમિત્ત બની રહી છે. છેલ્લા બે વર્ષમાં જ લગભગ ૩૦,૦૦૦થી પણ વધારે વ્યક્તિઓને અમે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે સાંકળ્યા છે – લાભ અપાવ્યો છે. 30,000 થી પણ વધારે વ્યક્તિઓને અમે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે સાંકળ્યા છે – લાભ અપાવ્યો છે.
અમે સમજીએ છીએ કે ફાઉન્ડેશનની ટીમ આ સરકારી યોજનાઓ માટે હંમેશા બધા લોકોને મદદ કરી શકશે નહીં. તેમ છતાં, અમે આવનારા વર્ષોમાં આ દિશામાં મોટી પ્રગતિ કરવાની આકાંક્ષા રાખીએ છીએ. તેના માટે, અમે ખૂબ જ સક્ષમ નેતૃત્વનો મજબૂત પાયો નાખી રહ્યા છીએ જે લોકોમાં જાગૃતિ લાવીને આપણી દ્રષ્ટિને વાસ્તવિકતામાં પરિવર્તિત કરશે; જેથી તેઓ પોતાના માટે બોલી શકે અને યોજનાઓનો લાભ જાતે લેવા માટે યોગ્ય પગલાં લઈ શકે.
હાલ જે પ્રકારે પર્યાવરણીય સંતુલન ખોરવાઇ રહ્યું છે અને તેની વરવી અસરો સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે તે જોતાં તાત્કાલિક અને નક્કર પગલાં લેવા અનિવાર્ય છે. ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) બદલાતી વિષમ પરિસ્થિતિ માટે વિશેષ જવાબદારી સમજી વિવિધ આયમો પર વિશેષ કામગીરી કરી રહી છે જેમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન તેમજ જળ વ્યવસ્થાપન મુખ્ય છે. KRSF અન્ય સ્થાનિક સંસ્થાઓ સાથે મળી ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ જળસ્ત્રોતોનું પુનર્જીવન અને નવીનીકરણ, વૃક્ષારોપણ વગેરે કામગીરી દ્વારા કૃષિ ઉત્પાદન અને જનસુખાકારી બંને પર અસરકારક પ્રભાવ પાડવા પ્રતિબદ્ધ છે. આ કામગીરીના ભાગરૂપે VSSMના સંયુક્ત સહયોગથી ૩૦ જેટલા તળાવોનું નવીનીકરણ/ ઊંડા કરવા/ખોદકામ કર્યું અને ૬ જેટલા ચેકડેમનું સમારકામ કર્યું. આની લગભગ ૮૦,૦૦૦ લોકોના જીવન પર સીધી અને સકારાત્મક અસર આવશે. ૩૦ જેટલા તળાવોનું નવીનીકરણ/ ઊંડા કરવા/ખોદકામ કર્યું અને ૬ જેટલા ચેકડેમનું સમારકામ કર્યું. આની લગભગ ૮૦,૦૦૦ લોકોના જીવન પર સીધી અને સકારાત્મક અસર આવશે.
“એક બાળક, એક વૃક્ષ” અભિયાન થકી અને VSSM તેમજ આકાશિયા ઈકો જેવી સંસ્થાઓના સહયોગ દ્વારા KRSFએ ૩,૦૦,૦૦૦ થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે. એટલું જ નહીં પણ અમે એ તમામ વૃક્ષ મોટા કરવાની જવાબદારી પણ લીધી છે જેથી આવનારી પેઢીઓ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે અને તેને નિભાવવા માટે તૈયાર પણ થાય.
ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) તેના આદ્યસ્ત્રોત એવા ડૉ. શ્રી કે. આર. શ્રોફના વારસાને આગળ વધારતા આરોગ્યક્ષેત્રે પણ પોતાનો સિંહફાળો આપવામાં કોઈ કસર નથી છોડી રહી. ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન, સદવિચાર પરીવાર અને ગુજરાત કેન્સર સોસાયટી જેવી ગણમાન્ય આરોગ્યક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે મળીને KRSF હાલની આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓમાં સુધારો લાવવા તેમજ વધુ કાર્યક્ષમ બનાવવા કાર્ય કરી રહી છે.
આત્મનિર્ભર અને સ્વાયત્ત સમાજ બનાવવાના હેતુ સાથે અમે પ્રતિભાશાળી પણ યોગ્ય ઘડતર તેમજ તકથી વંચિત રહી ગયેલ યુવાનો અને બાળકોને કાર્યક્ષમ અને નિપુણ શિક્ષક તેમજ વ્યાવસાયિક બનાવી છીએ. આ માટેનું તમામ શિક્ષણ અને તાલીમ સંસ્થાના સંનિષ્ઠ અને સમર્પિત શિક્ષકો મારફત આપાઈ રહ્યું છે જેથી આ યુવાનો અને બાળકો કે જે ભવિષ્યના પ્રશિક્ષક છે, આગેવાન છે, આત્મનિર્ભર સમાજના ઉદ્દીપક છે તેઓ સક્ષમ ભારતના ઘડવૈયા બને અને દેશની પ્રગતિના વાહક બને. આમ અમે એક એવો શિક્ષકો અને આત્મનિર્ભર વ્યક્તિઓનો સમૂહ તૈયાર કરી રહ્યા છે જે સમગ્ર સમાજના યુવાનો અને બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી સક્ષમ અને સ્વનિર્ભર બનવા માટે મદદ કરી શકે.
સ્થાપક
ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન
શ્રી પ્રતુલ શ્રોફ એક અગ્રણી ઉદ્યોગ-સાહસિક છે. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી યુ.એસ.એ. અને ઇન્ડિયામાં અનેક સંસ્થાઓના માર્ગદર્શક રહ્યા છે. હાલમાં તેઓ, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં સેવાભાવનાથી આર્થિક યોગદાન અને માર્ગદર્શન આપી રહ્યા છે.
એક ઉદ્યોગ-સાહસિક તરીકે, તેમણે ૧૯૯૪માં eInfochips કંપનીની સ્થાપના કરી અને તેને ૧ વ્યક્તિથી શરુ કરીને ૨૦૧૮માં લગભગ ૨૦૦૦ વ્યક્તિઓ સુધી વિકસાવી હતી. eInfochips ને ૨૦૧૮માં Arrow Electronics દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. આ પહેલા ૧૯૯૫માં તેમણે eInfochips માં કર્મચારીઓનું મનોબળ વધારવા માટે તેમને કંપનીમાં ભાગીદાર બનાવી એક વિશિષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું, જેનાથી અંતે eInfochips ના વેચાણ સમયે આશરે Rs. 560 કરોડ eInfochips ના કર્મચારીઓના ભાગમાં આવ્યા હતા. eInfochips એ ગુજરાત રાજ્યમાં ઈલેક્ટ્રોનીક્સ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટેનું યોગ્ય વાતાવરણ ન હોવા છતાં પ્રોડક્ટ ડીઝાઇન, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડીઝાઈન અને ચીપ ડીઝાઈન માં એન્જીનિયરીંગ સેવાઓની પહેલ કરી હતી. તેમનું નેતૃત્વ ગુજરાતમાં ટેકનોલોજી સર્વિસીસની ઈકો-સિસ્ટમ જેવી કે ચીપ ડીઝાઈન અને એમ્બેડેડ સિસ્ટમના વિકાસ માટે કાર્યસાધક રહ્યું છે. તેમણે જેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું અને પ્રેરિત કર્યા હોય તેવા eInfochips ના કર્મચારીઓએ વિવિધ ક્ષેત્રોમાં ૩૦ થી વધારે કંપનીઓની સ્થાપના કરેલી છે.
eInfochips ની સ્થાપના કર્યા પહેલા, પ્રતુલભાઈએ Intel અને Daisy Systems માં કાર્ય કરવા માટે ૧૦ વર્ષ સીલીકોન વેલીમાં ગાળ્યા હતા. તેઓ Daisy System કંપનીના સ્થાપક એન્જીનીયર હતા અને તેમણે ૫ વર્ષમાં કંપનીને ૧૨૫ મિલિયન ડોલર સેલ્સ અને ૧૨૦૦ કર્મચારીઓ સુધી પહોચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રતુલભાઈ Contech System, India ના સહ-સ્થાપક પણ છે.
પ્રતુલભાઈને ૨૦૦૪માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનની ઇવેન્ટમાં શ્રી. એન.આર.નારાયણ મુરથી (ચેરમેન, ઈન્ફોસીસ) દ્વારા “આઉટસ્ટેન્ડિંગ આઈ.ટી. ઓન્ત્રોપ્રેન્યોર ઓફ ધ યર” નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૧૪માં GESIA દ્વારા, તેમને ICT સેક્ટરમાં વિઝનરી લીડરશીપ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રોનિક મેકર મેગેઝીન દ્વારા તેમને “મેન ઓફ ઇનોવેશન એવોર્ડ – ૨૦૧૬” વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ૨૦૧૬માં “ગુજરાત રત્ન” એવોર્ડ મળ્યો, અને ત્યાર બાદ ૨૦૧૮માં તેમણે ગુજરાત સરકાર તરફથી “હરક્યુલસ એવોર્ડ” મેળવ્યો.
પ્રતુલભાઈએ અનેક ઉદ્યોગો અને સરકારી સંસ્થાઓ તેમજ એકેડેમિક કાઉન્સિલ અને અગ્રણી સંસ્થાઓના બોર્ડસને પણ સેવાઓ આપી છે. પ્રતુલભાઈએ ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીયરીંગ સ્નાતક ડીગ્રી બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (બી.આઈ.ટી.એસ.), પીલાની (ઇન્ડિયા) અને કમ્પ્યુટર એન્જીનીઅરીંગ અનુસ્નાતકની ડીગ્રી કોર્નેલ, USA થી મેળવી છે. તેઓએ IIM અમદાવાદથી એક્ઝીક્યુટીવ MBA કર્યું છે.
eInfochips છોડ્યા બાદ, પ્રતુલભાઈએ તેમનું ધ્યાન તેમના ટ્રસ્ટ, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (કે.આર.એસ.એફ.) પર કેન્દ્રિત કરેલ છે, જેની સ્થાપના તેમણે ૨૦૧૨માં કરી હતી. આજે, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, એડવોકસી, સામાજીક ઉધોગસાહસિકતા અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રોમાં કાર્ય કરે છે.
પ્રમુખ
ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન
ઉદય દેસાઈએ 1983માં સુરતની પ્રાદેશિક ઈજનેરી કોલેજમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું અને IT, ટેલિકોમ્યુનિકેશન અને નેટવર્કિંગ ક્ષેત્રે પ્રોજેક્ટની ડિઝાઈનિંગ અને ડિપ્લોયમેન્ટના ક્ષેત્રમાં 35 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે.
તેઓ ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (GSWAN) પ્રોજેક્ટ, ગુજરાત સરકારના ઈ-ગવર્નન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા હતા જ્યાં તેમની મુખ્ય જવાબદારી નેટવર્ક પ્લાનિંગ, રાજ્યમાં સમગ્ર IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને ઈ-ગવર્નન્સ એપ્લિકેશન્સની કામગીરીનું નિરીક્ષણ અને દેખરેખ હતી.
2012 માં, તેઓ ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનમાં જોડાયા અને ગ્રામીણ અને આદિવાસી શાળાઓને ઉચ્ચ-ગુણવત્તા આધારિત, મૂલ્ય-આધારિત શિક્ષણ પ્રદાન કરવાના હેતુથી 'પ્રોજેક્ટ વિકાસ' શરૂ કર્યો. ફાઉન્ડેશને, તેમના નેતૃત્વ હેઠળ, 5 લોકોથી માંડીને 700 પૂર્ણ-સમય સભ્યોની સમર્પિત ટીમમાં વધારો કર્યો છે. આ વ્યક્તિઓ ગુજરાતના 14 તાલુકાઓમાં 600+ આદિવાસી અને ગ્રામીણ સરકારી શાળાઓમાં 50,000 થી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
ઉદયએ ગુજરાત સરકાર સાથે વિવિધ શૈક્ષણિક પહેલોમાં સહયોગ કર્યો છે, જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) ની સ્થાપના અને GCERT અને SSA સાથે ડિજિટલ શિક્ષણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
ઉદય દ્રઢપણે માને છે કે વ્યવસાયિક શિક્ષણ દ્વારા વ્યવહારુ કૌશલ્ય શીખવવું યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવા માટે જરૂરી છે. તે ભાર મૂકે છે કે આ અભિગમ વ્યક્તિઓને ક્ષમતાઓ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, જેનાથી તેઓ આજના કાર્યબળ માટે વધુ સારી રીતે તૈયાર થાય છે.
ઉદય હાલમાં ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપે છે, જ્યાં તેઓ શિક્ષણ, આરોગ્યસંભાળ અને ભાગીદારી વધારવા પર કેન્દ્રિત વિવિધ પહેલોનું નેતૃત્વ કરે છે.
ઝોનલ હેડ
ઝોનલ હેડ
ઝોનલ હેડ
પ્રોગ્રામ મેનેજર
શિક્ષણ સલાહકાર
મુખ્ય એચ. આર.
કામગીરી સંયોજક
ખેડબ્રહ્મા
વડાલી
મેઘરજ
અમદાવાદ
ગઢડા
ઇડર
પોશીના
ભિલોડા
ડેડીયાપાડા
વિજયનગર
સાગબારા
૯, આર્યન્સ કોર્પોરેટ પાર્ક, શીલજ રેલ્વે ક્રોસિંગ પાસે,
થલતેજ – શીલજ રોડ, થલતેજ,
અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૯
Stay informed by signing up for our updates.