A Village Where Every Tree Belongs to Everyone

“Anyone may freely eat as many fruits as they like from our trees.”

This simple declaration captures the spirit of Gadhi village in Sabarkantha — a place where love for trees is woven into the very character of the community. The moment you enter the village, the sight of flourishing mango and jamun orchards lifts the mind. Here, the old saying “Ram ki chidiya, Ram ka khet — khaale chidiya bhar-bhar pet” feels entirely real.
No one is stopped. No one is questioned.
Fruits are for all.

The Panchayat has never viewed these orchards as a source of income. Their stance is clear: nature’s gifts are meant to be shared.

Gadhi village holds a deep conviction that every open space must hold a tree. With this intent, they approached the Dr. K. R. Shroff Foundation and VSSM to help expand their green cover. Together with the villagers, more than 4,500 trees were planted — and today, those trees stand tall and thriving.

The village Sarpanch expressed a firm desire to plant even more trees in the coming year and to continue working with us. This commitment is not routine; it reflects deep ecological awareness and a rare generosity toward the environment.

Gadhi’s example demonstrates what a village can become when its people choose to live with nature rather than merely alongside it.

ઝાડના ફળ જેને જેટલા ખાવા હોય તે મફત ખાય

સાબરકાંઠાનું ઘડી ગામ વૃક્ષો માટે મમતા રાખનારુ અનોખુ ગામ. ગામમાં આંબા અને જાંબુની વાડીઓ જોતાં જ મન પ્રસન્ન થઈ જાય. અહીં “રામ કી ચિડીયા, રામ કા ખેત, ખાલે ચિડીયા ભર ભર પેટ” આ ઉક્તિ સાચી ઠરે છે. આંબા પરની કેરીઓ અને જાંબુ સૌ કોઈ મન ભરીને ખાઈ શકે છે, કારણ કે પંચાયતને તેને વેચીને આવક ઊભી કરવાની ભાવના નથી.
ઘડી ગામ પોતાના ગામની તમામ, ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષો વવાય તેવી ભાવના રાખે. એ ભાવનાથી જ એમણે ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) તેમજ VSSM ને પોતાના ગામમાં વૃક્ષો વાવી ઉછેરવા મદદરૂપ થવા કહ્યું અને અમે ગામના સહયોગથી ત્યાં ૪૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. વાવેલા વૃક્ષો આજે ખૂબ સરસ રીતે ઉછરી રહ્યા છે.
ગામના સરપંચશ્રીએ કહ્યું કે, આવતા વર્ષે હજુ વધારે વૃક્ષો ગામમાં વવાય તેવી તેમની ઈચ્છા છે અને અમે સાથે મળીને આ કાર્ય કરીએ. ખરેખર, આ કેવી ઉમદા ભાવના! ઘડી ગામની જેમ સૌ કોઈ પોતાના ગામને વૃક્ષ આચ્છાદિત કરે તેવી અમારી શુભભાવના છે.

Reviving a Lake That Echoes the Greatness of the Narmada

In the Anushasana Parva of the Mahabharata, Yudhishthira asks Bhishma Pitamah about the highest form of charity. Bhishma’s answer remains timeless:

the land that nourishes life is sacred, and on such land, building a lake is an act of supreme merit.
A lake, he said, sustains every form of life and brings lasting glory to the one who creates it.

This wisdom from five thousand years ago is not poetic exaggeration.
Water is the foundation of life. Nature pours this nectar upon the earth, but the responsibility to collect, conserve, and manage it is ours. When we fail at this stewardship, scarcity follows.

Over the decades, villages gradually abandoned their traditional lakes and jalmandirs. Silt accumulated, depths reduced, and reservoirs that once replenished entire regions became little more than dry basins. Everyone forgot a simple truth:
when a lake fills, every well and borewell fills with it.

To restore what had been lost, we began reviving these neglected water bodies.

Under the Sujalam-Sufalam scheme, the ancient lake of Mojru village in Banaskantha was deepened through the combined efforts of the government, Dr. K. R. Shroff Foundation, and VSSM. The government will also release Narmada water into this lake, ensuring strong groundwater recharge and year-long water security.

This revived lake now stretches across the landscape with a magnitude that villagers describe as “as large as the Narmada Dam.”
It stands as proof that when communities, government institutions, and committed organizations come together, forgotten reservoirs can return to life.

Our hope is clear:
that lakes across village after village rise again, that our ancient water temples are restored, and that many more organizations join this essential movement to protect the future of water.

બનાસકાંઠામાં નર્મદા ડેમ જેવું તળાવ

મહાભારતના અનુશાસનપર્વ- દાનધર્માન પર્વના અધ્યાય અઠ્ઠાવનમાં દાનધર્મનું મહત્વ શું છે તે પ્રશ્ન બાણશય્યા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહને યુધિષ્ઠિર પુછે છે. જેના જવાબમાં પિતામહ યુધિષ્ઠિરને સમજાવતાં કહે છે, જેમાં પુષ્કળ પ્રકારનું ધાન્ય ઉત્પન્ન કરવાની શક્તિ હોય જેમાં પ્રાણીમાત્રને નિવાસ કરવાની અનુકૂળતા હોય તે ભૂમી શ્રેષ્ઠ છે. આવી ભૂમિમાં તળાવો બંધાવવાં એ ઉત્તમ કાર્ય. જે વ્યક્તિ તળાવ બંધાવે તે વ્યક્તિ ત્રણે લોકમાં પૂજાય. તળાવ પ્રાણીમાત્ર માટે ઉપકાર કરનારુ છે. તળાવો બંધાવા તે અતિ ઉત્તમ કીર્તિદાયક છે.

તળાવની મહત્તા આજથી પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલા મહાભારતમાં આ રીતે વર્ણવામાં આવી છે. મૂળ તો જીવન પાણી વગર અશક્ય. ઈશ્વર ધરતી પર અમૃતરૂપી પાણી વરસાવે. આ બધા પાણીને ઝીલવામાં આવે અને એનું યોગ્ય વ્યવસ્થાપન થાય તો પાણીની અછત ન રહે. પણ આપણે વ્યવસ્થાપન ભૂલ્યા ને ક્યાંક પાણી ધારણ કરનાર વાસણ એટલે કે તળાવો-જલમંદિરોને પણ ભૂલ્યા.

આ તળાવો માટી ભરાતા છીછરા થાય તેમાં પાણી ભરાવવાની ક્ષમતા ન રહી ને એટલે પેલી કહેવત પ્રમાણે કૂવામાં હોય તો અવાડામાં આવે. તળાવમાં પાણી ભરાય તો બોરવેલ, કૂવામાં આવે. પણ પાછલા ચાલીસ વર્ષમાં લોકો તળાવને ભૂલ્યા. અમે આવા તળાવોના જિર્ણોદ્ધારનું કાર્ય આરંભ્યું.

સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનાસકાંઠાના મોજરુ જુના ગામનું તળાવ સરકાર અને KRSF એ VSSM સાથે ભાગીદારીમાં ઊંડુ કર્યું. ભૂગર્ભજળ ઝટ ઉપર આવે તે માટે સરકાર દ્વારા આ તળાવમાં મા નર્મદાના પાણી પણ નંખાશે. ગામે ગામ જલમંદિરો ઊંડા થાય તેવી અપેક્ષા રાખીએ છીએ અને આ સતકાર્યમાં KRSF, VSSM સાથે અનેક સંસ્થાઓ જોડાય તેવી ભાવના રાખીએ છીએ.

Restoring the Water-Temples That Once Sustained Entire Civilisations

Thirty to forty years ago, we drew water from wells with our hands. Groundwater was that close to the surface. Farmers irrigated their fields using well-water. Then borewells came, and we kept extracting water without restraint. Today the water table has fallen to 800—sometimes even 1,000 feet.”

A village elder in Kuda, Banaskantha, said this as we visited the lake being deepened under the government’s Sujalam–Sufalam scheme, in collaboration with Dr. K. R. Shroff Foundation and VSSM.

What once flourished beneath our feet is now disappearing.

Banaskantha remains one of the most severely affected regions in India when it comes to groundwater depletion. For years, we have worked here on water-conservation efforts, and seeing the government invest its full strength in this region is encouraging.

LakhnI–Diyodar MLA Shri Keshaji Chauhan has been persistent in his mission to restore groundwater levels in his constituency. Through his initiative, the government sanctioned the deepening of Kuda’s lake under the Sujalam–Sufalam scheme. Sixty percent of the excavation cost is funded by the government, and the remaining portion is being supported by the Dr. K. R. Shroff Foundation. This partnership reflects the Foundation’s enduring commitment to water conservation.

There was a time when these traditional water-temples—jalmandirs—were vibrant community spaces. Today, many stand neglected, waiting to be revived. Once this restored lake begins to hold water again, we will, with the support of the villagers, build a small temple at the embankment. This symbolic step will ensure that the lake remains respected, preserved, and protected.

Every village must revive its water-temples.

Kuda has set a powerful example.

Its Sarpanch, Shri Dineshbhai, and the village youth demonstrate a keen environmental awareness that deserves recognition.

Maintain this vigilance. Safeguard the rejuvenated lake.

Let this water-temple remain a source of life for generations.

ધરતીની રક્તવાહીની એવા જલમંદિરનો જીર્ણોદ્ધાર

*“પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા અમે કુવામાંથી હાથેથી પાણી લઈ શકતા. અમારા ભૂગર્ભજળ એટલા ઉપર હતા. ખેડૂતો કૂવાથી ખેતી કરતા. પણ પછી બોરવેલ આવ્યા ને અમે સૌએ અમાપ પાણી ઉલેચ્યા એટલે ભૂગર્ભજળ આજે ૮૦૦ તો ક્યાંક ૧,૦૦૦ ફૂટે પહોંચ્યા.”

બનાસકાંઠાના કુડાનું તળાવ સરકારની સુજલામ સુફલામ યોજના તેમજ KRSF સાથે મળીને VSSM દ્વારા ઊંડુ થઈ રહ્યું હતું તે જોવા ગયા એ વખતે ગામના આગેવાનભાઈએ આ કહ્યું. પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા જળથી મબલક ભૂગર્ભમાં આજે જળ ખૂટી રહ્યા છે. ભારતના ભૂગર્ભને લઈને સૌથી સંવેદનશીલ વિસ્તારમાં બનાસકાંઠા એક છે. અમે વર્ષોથી ત્યાં જળસંચયના કાર્યો કરીએ. સરકાર હવે આ વિસ્તારમાં સઘન પ્રયત્નો કરે જે જોઈને રાજી થઈએ છીએ.

લાખણી અને દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ પણ પોતાના વિસ્તારના તળ પાણીદાર થાય તે માટે સતત પ્રયત્નશીલ. આદરણીય કેશાજીના પ્રયત્નથી સરકારે સુજલામ સુફલામ યોજનામાં કુડાનું તળાવ ખોદવાની અમને મંજૂરી આપી. ખોદકામ માટે થનાર ખર્ચમાં ૬૦ ટકા સરકાર આપશે બાકીના પૈસા ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આપશે. જળ માટેની આ અમારી કટીબદ્ધતા.

એક વખત જે જલમંદિર માણસોથી ઊભરાતું એ જલમંદિર આજે માણસોથી વાટ જોઈ રહ્યું છે. અમે આ જલમંદિરના જીર્ણોદ્ધાર પછી તળાવની પાળે ગ્રામજનોના સહયોગથી નાનકડુ મંદિર બાંધવાનું પણ કરીશું. જેથી તળાવો ગંદા થતા અટકે.

ગામે ગામ જેટલા પણ છે તે તમામ જલમંદિરોનો જીર્ણોદ્ધાર થાય તે ઈચ્છનીય. કુડાગામની સક્રિયતા એમના જલમંદિર માટે ઘણી. સરપંચ શ્રી દિનેશભાઈ તેમજ ગામના યુવાનો પાણી પર્યાવરણના કામો માટે ખુબ જાગૃત. બસ આવા જ જાગૃત રહેજો ને આજે તળાવનું નવીનીકરણ થયું છે તે વર્ષો વર્ષ આવું રહે તે માટે મથજો.

Strengthening an Organisation That Serves the Most Forgotten

In the remote tribal belts of South Gujarat—regions where even basic necessities remain out of reach—there are a handful of people who work with quiet determination to uplift their communities. Jan Kalyan Charitable Trust is one such organisation. With limited means but firm resolve, it has been striving to bring hope and opportunity to Adivasi families.

Yet, like many small grassroots organisations, it struggled with long-term planning, systematic processes, and a clear division of roles.

The Dr. K. R. Shroff Foundation began supporting Jan Kalyan Charitable Trust by strengthening its administrative capacity and providing financial backing to expand its work. Regular monthly performance reviews are now conducted. Responsibilities are clearly defined for each member. Every person understands how their work contributes to the larger purpose. Accountability has increased. Teamwork has deepened. Each member can measure, refine, and elevate their contributions.

The trust’s founder, Gautambhai Chaudhary, speaks with emotion:

“Today, we support the education of the poorest children in Dang. Our goal is to ensure children continue their schooling and are not withdrawn when families migrate for labour. We also provide interest-free loans to more than fifty families who otherwise leave their villages. We support them in cattle-rearing, vermicompost production, and organic farming so they can stay in their homes. Their monthly income has grown by seven to ten thousand rupees. With KRSF’s support, we have expanded across Dang and improved the lives of more than a hundred needy individuals.”

He adds:

“KRSF has taught us organisational systems and structure. They helped us understand not only the work we do today but the long-term purpose behind it. Now we think of the future and take up initiatives that will serve society for many years.”

From establishing financial systems to strengthening institutional foundations, KRSF’s partnership has turned Jan Kalyan Charitable Trust into a more resilient, forward-looking organisation.

KRSF has helped advance the trust’s mission of building stronger communities. The happiness and blessings that come through this work belong to all.

May Jan Kalyan Charitable Trust continue carrying light into the lives of many more.

આદિવાસી સમુદાય સાથે કામ કરવાનો લ્હાવો

દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં, જ્યાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મેળવવી પણ સંઘર્ષમય છે, ત્યાં કેટલાક લોકો ધૂણી ધખાવી એ વિસ્તારની કાયાપલટ માટે મથી રહ્યા છે. જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ પણ એવી જ એક સંસ્થા. જે આ વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનોના જીવનમાં નવી આશાનું કિરણ લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. ભલે તેમની પાસે સાધનો મર્યાદિત હોય. પણ, તેમનો સંકલ્પ અડગ છે. પરંતુ ઘણીવાર, આવા નાના પાયા પર કામ કરતી સંસ્થાઓને લાંબા ગાળાની યોજનાઓ બનાવવામાં અને ટીમના સભ્યો વચ્ચે કામની સ્પષ્ટ વહેંચણી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. 

ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) એ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને વહીવટી કુશળતા કેળવવામાં તેમજ કામનો આગળ ધપાવવા આર્થિક સહયોગ કરવાનું શરૃ કર્યું.

ટ્રસ્ટમાં હવે, દર મહિને કામનું મૂલ્યાંકન થાય છે, દરેક વ્યક્તિની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આના પરિણામે, ટીમ વધુ સારી રીતે સમજી શકે છે કે તેમનું વ્યક્તિગત કાર્ય સંસ્થાના મોટા ઉદ્દેશ્યો સાથે કેવી રીતે જોડાયેલું છે. આ વ્યવસ્થાથી ટીમમાં કામ કરવાની ભાવના વધી છે, અને દરેક વ્યક્તિ પોતાની પ્રગતિને માપી શકે છે, અને જરૂર પડે તો પોતાના કામમાં સુધારો પણ કરી શકે છે.

ટ્રસ્ટના સ્થાપક ગૌતમભાઈ ચૌધરી ભાવુક થઈને કહે છે, “અમે આજે ડાંગ જિલ્લાના સૌથી વધુ ગરીબ બાળકોના શિક્ષણમાં મદદ કરી રહ્યા છીએ. અમારો મુખ્ય હેતુ આ બાળકો વધુ સારું ભણે અને જે પરિવારો કામ મેળવવા શહેરોમાં સ્થળાંતર કરે છે તેમના બાળકો શાળા છોડી તેમની સાથે ન જાય તે. આઉપરાંત, અમે પચાસથી વધુ એવા પરિવારોને વગર વ્યાજે લોન આપીએ છીએ જેઓ કામ શોધવા માટે પોતાનું ઘર છોડીને જતા રહે છે. અમે તેમને ગાય-ભેંસ પાળવા, વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવા અને ઓર્ગેનિક ખેતી કરવા જેવી પ્રવૃત્તિઓ માટે પૈસાની મદદ કરીએ છીએ, જેથી તેમને પોતાનું ગામ છોડીને ક્યાંયજવું ન પડે. આ પ્રયત્નોથી તે પરિવારોની માસિક આવકમાં સાતથી દસ હજાર રૂપિયાનો વધારો થયો છે. અમે KRSF ની મદદથી અમારુ કાર્ય ડાંગના ઘણા વિસ્તારોમાં ફેલાવી શક્યા છીએ અને ૧૦૦ થી વધુ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શક્યા છીએ.”

તેઓ ઉમેરે છે, “KRSF એ માત્ર કામ કરવાની પદ્ધતિ જ નથી શીખવાડી, પરંતુ અમારા કામનો દૂરગામી હેતુ શું હોવો જોઈએ તે પણ સમજાવ્યું છે. હવે અમે વર્તમાનની સાથે ભવિષ્યનું પણ વિચારી શકીએ છીએ અને એવા કાર્યો કરીએ છીએ જે લાંબા સમય સુધી સમાજને ઉપયોગી થાય.”

કામના હિસાબની વ્યવસ્થા ઊભી કરવાથી લઈને સંસ્થાના વહીવટી માળખાને મજબૂત કરવા સુધી, કે.આર.એસ.એફ. (KRSF)ની ભાગીદારીએ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને એક વધુ મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર સંસ્થામાં પરિવર્તિત કરી દીધી છે. 

જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને અમે એક મજબૂત સમાજ નિર્માણ માટેની તેમની ભાવનાને આગળ ધપાવવા ટેકો કર્યો છે. આમ પણ અમે માનીએ છીએ કે, આપણને મળેલું સુખ આપણા એકલાનું નથી એ સૌનું. ટ્રસ્ટ અનેકોના જીવનમાં પ્રકાશ પાથરે તેવી શુભભાવના.

The Woman Who Turned Waste Into Wealth

“If you dump waste from this side, black gold will come out from the other side.”

In Sahoda village of Kaprada taluka, Valsad, lived Pintiben—an ordinary woman with an extraordinary dream. Her family survived on a modest income of seven to eight thousand rupees. Life flowed quietly, with little room for change. Yet within her, a silent determination grew: she wanted financial stability, and she wanted to earn it herself.

Dr. K. R. Shroff Foundation and Aashray Charitable Trust entered her life at the right moment. They taught her a transformative skill—the ability to convert organic waste into vermicompost, a nutrient-rich fertiliser often called black gold. The process was simple: gather farm waste, add a colony of earthworms, and let nature perform its silent alchemy.

At first, Pintiben was unsure. Waste? Worms? Fertiliser?
But she trusted the guidance. With initial financial support from KRSF, she set up a small vermicompost unit outside her house—tiny in size, powerful in impact.

Within two months, she produced 1,000 kilograms of organic fertiliser and earned ₹8,000. For a family that struggled to meet monthly expenses, this was a turning point. The strain eased. Confidence grew. Pintiben began imagining a future where her sons studied in the city and opportunities expanded.

Today, KRSF and Aashray Charitable Trust have supported 84 women like Pintiben. They have not only achieved financial independence but also shifted to using organic manure on their own farms. The soil regained strength. Crops improved. Lives changed.

Pintiben is now known across Sahoda. She proved that with the right support and courage, even scarcity can be reshaped—and something as humble as waste can become a source of dignity and income.

Her story stands as a quiet but powerful message for women across rural India.

ઇસ સાઈડ સે કચરા ડાલોગે તો ઉસ સાઈડ સે કાલા સોના નિકલેગા

વલસાડના કપરાડા તાલુકાનું એક નાનકડું ગામ સાહોડા. અહીં પિંતીબેન રહે, જેમની બે આંખોમાં સપનાં ધબકતા હતા અને બે ખભે ઘરની જવાબદારીનો ભાર. એમની જિંદગી પહેલાં તો સાદા પાણીની જેમ વહેતી હતી. માંડ સાત-આઠ હજારની આવકમાં ઘરનું ગુજરાન ચલાવવાનું. પણ, પિંતીબેનના મનમાં ક્યાંક કશુંક કરવાની, આર્થિક રીતે સદ્ધર થવાની ભાવના ધબકતી હતી.

પિંતીબેનના સપનાને સાકાર કરવા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન અને આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ જાણે દેવદૂત રૂપે મળ્યા. એમણે પિંતીબેનનો હાથ પકડ્યો અને શીખવાડ્યો એક અદ્ભુત જાદુ કચરામાંથી કંચન બનાવવાની કળા! અળસિયાંની ફોજ ભેગી કરીને ઓર્ગેનિક કચરાને ફળદ્રુપ સોનામાં બદલવાની વિદ્યા.

પિંતીબેનને પહેલાં તો આ બધું સાંભળીને નવાઈ લાગી. અળસિયાં? કચરો? અને એમાંથી ખાતર? પણ એમને વિશ્વાસ હતો અમારા પર. એમણે પૂરા દિલથી કામ શરૂ કર્યું. KRSF એ થોડી મૂડી આપી અને પિંતીબેને પોતાના ઘરના ખૂણે જ એક નાનકડું વર્મીકમ્પોસ્ટનું સામ્રાજ્ય ઊભું કરી દીધું……… 

નાનકડું પણ ધમાકેદાર! અને પરિણામ? પહેલા જ બે મહિનામાં એક હજાર કિલો ખાતર વેચાયું ને સીધા આઠ હજાર રૂપિયા ખિસ્સામાં! પિંતીબેનની મહેનત આખરે રંગ લાવી. હવે એમના ઘરની આર્થિક તંગી જાણે ક્યાંય ગાયબ થઈ ગઈ અને એમના ચહેરા પર એક નવી જ રોશની ચમકવા લાગી. હવે તો એ પોતાના વ્હાલસોયા દીકરાઓને મોટા શહેરમાં ભણાવવાના સુંદર સપનાં પણ જોવા લાગ્યા છે.

ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશ અને આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટે પિંતીબેન જેવી ૮૪ બહેનોને પણ આર્થિક રીતે સશક્ત બનાવી છે. આ બધી બહેનો હવે પોતાના ખેતરમાં રાસાયણિક ખાતરને બદલે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને પાક પણ સોના જેવો લહેરાય છે.

પિંતીબેન આજે સાહોડા ગામની એક આગવી ઓળખ બની ગયા છે. એમણે સાબિત કરી દીધું કે જો મનમાં કંઈક કરવાની તમન્ના હોય, કોઈ સાચો રસ્તો બતાવે અને આપણામાં હિંમત હોય તો ગરીબી પણ દૂર ભાગે છે અને કચરો પણ કમાણીનું માધ્યમ બને છે.

પિંતીબેનની આ સફર અનેક ગ્રામીણ મહિલાઓ માટે પ્રેરણાદાયી. અમે પિંતીબેન જેવી ૮૪ બહેનોને આર્થિક રીતે સક્ષમ કરી શક્યા એનો રાજીપો.

“રાસાયણનાં રંગ શરીર બગાડે, ઓર્ગેનિક ખેતર શરીર-મનને સાફ કરે.”

The Blueprint That Turns Artisans Into Enterprises

 


A dream exists.

A dream to lift artisans from obscurity and place their craft in the light it deserves.
A dream to replace struggle with prosperity, hesitation with confidence, and anonymity with identity.
A dream to make every craftsman not a labourer, but the owner of his own enterprise.

Dr. K. R. Shroff Foundation does not build structures; it builds people.
It strengthens their hands, sharpens their skills, and plants courage where doubt once lived.
Every individual and every community should stand on its own feet — this is the core belief.

To turn this belief into a concrete mission, Karigar Clinic (Banyan Tree Foundation) has launched an extraordinary initiative — the country’s first “clinic” that diagnoses and treats the business side of a craftsman’s life.
The goal is simple: a craftsman must not remain a worker; he must rise as a business owner.

In 2024, KRSF and Karigar Clinic forged a partnership designed to alter destinies.
Together, they began a powerful programme aimed at transforming the futures of 200 artisans in the Dangs — not through charity, but through enterprise.

The joint Business Wellness Program is a three-month intensive course that implants the fundamentals of business into the mind of every artisan.
They learn how to build a business plan, manage operations, control finances, and run their enterprise with clarity and discipline.

The training goes further.

Artisans learn to create a brand — a name, a logo, an identity that customers remember.
They learn to merge traditional craft with modern design, producing items that command attention in competitive markets.
They are exposed to online and offline platforms where their products can earn fair value instead of being underpriced.

The first batch of 35 artisans has already begun its journey.
They are not being trained merely as craftsmen — they are being shaped into CEOs of their own businesses.

Both KRSF and Karigar Clinic understand that money alone is not enough; respect must follow.
For years, artisans — custodians of India’s cultural legacy — worked silently behind the scenes.
This partnership brings them to the forefront.

By 2025–26, the aim is clear:
these 200 artisans should reach a point where their income doubles and each can generate employment within their villages.

By 2030, the larger vision stands firm:
their enterprises should create 1 lakh jobs and uplift 5 lakh people.

This is not charity.
This is a strategic, transformative roadmap.
A blueprint that gives artisans the tools, power, and confidence to write their own destiny.

One Step Towards Children’s Health

There is an old saying: “If you want a child to run fast, run behind him — but if you want him to run far, run with him.”

Something very similar happened when Shrimad Rajchandra Mission Hospital, Dharampur, and Dr. K. R. Shroff Foundation came together with one shared purpose — to combat anaemia among children in government schools of Sabarkantha and Aravalli.

This initiative began in the academic year 2024–25.

Under the guidance of Virenbhai and the team from Shrimad Rajchandra Mission, 30 teachers from the Dr. K. R. Shroff Foundation were trained. Testing kits, strips, and a digital portal to maintain each child’s health record were also provided.

A team of 18 teachers from the foundation visited seven Ashram schools in Posina and Khedbrahma, where they conducted haemoglobin tests for 1,248 children.
Similarly, in 118 schools of Bhiloda and Meghraj, with the support of Chief District Health Officer Dr. Jayeshbhai Parmar, Meghraj THO Dr. Aquins Anandray Balat, and Bhiloda THO Dr. Vimal Kharadi, haemoglobin tests were carried out for 10,252 children.

The children were explained about anaemia in simple, child-friendly language.
Ensuring that every child takes their medicine regularly became the shared responsibility of the teachers, the school authorities, and the KRSF field team.

Three months from now, their haemoglobin levels will be tested again.
Until each child reaches a healthy level, this treatment will continue without interruption.
This is not a one-time activity — it is a long-term social commitment.

Shrimad Rajchandra Mission Hospital and Dr. K. R. Shroff Foundation are working with complete dedication to bring a new dawn of health and hope into the lives of these children — so their future can be strong, bright, and truly healthy.

એક ડગલું બાળકોના સ્વાસ્થ્ય માટે

એક જૂની કહેવત છે કે, “જો તમારે કોઈ બાળકને દોડાવવું હોય તો તેની પાછળ દોડો, પણ જો તેને ખૂબ દૂર સુધી દોડાવવું હોય તો તેની સાથે દોડો…” કંઈક આવી જ રીતે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન હોસ્પિટલ, ધરમપુર અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની સરકારી શાળાના બાળકોમાં એનિમિયા (લોહીની કમી) ની તપાસ માટે એક સહિયારો પ્રયત્ન કર્યો. આ કાર્ય ૨૦૨૪-૨૫ના ભણતરના વર્ષમાં શરૂ થયું.

શ્રીમદ રાજચંદ્ર મિશનની ટીમના વિરેનભાઈ તથા અન્ય સભ્યો દ્વારા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના ૩૦ શિક્ષકોને આ માટે તાલીમ આપવામાં આવી તથા એનીમિયાનો ટેસ્ટ કરી શકાય એ માટે ટેસ્ટીંગ કીટ, લોહી તપાસવા માટેની સ્ટ્રીપ અને બાળકોના લોહીની તપાસનો રેકોર્ડ જાળવવા માટે પોર્ટલની સગવડ પૂરી પાડી.

ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના 18

શિક્ષકોની એક ટીમ સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્માની ૭ આશ્રમ નિશાળોમાં ગઈ. તેમણે ૧૨૪૮ બાળકોના લોહીની તપાસ કરી. તેવી જ પ્રમાણે ભિલોડા અને મેઘરજની ૧૧૮ શાળાઓમાં ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ પરમાર તથા તેમના મેઘરજના તાલુકા હેલ્થ ઓફિસર ડો.એક્વિન્સ આનંદરાય બલાત અને ભિલોડા તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિમલ ખરાડીની સહાયથી ૧૦,૨૫૨ બાળકોની તપાસ કરવામાં આવી. આ બાળકોને એનિમિયા વિશે એવી રીતે સમજાવવામાં આવ્યું. આ બાળકો નિયમિત દવા લે તેની જવાબદારી નિશાળના વાલીઓ અને ડૉ. કે. આર. શ્રોફની ટીમના કાર્યકરોએ લીધી.

ત્રણ મહિના પછી ફરીથી તેમનો લોહીનો ટેસ્ટ થશે. જ્યાં સુધી તેમનું હિમોગ્લોબિન (લોહીનું પ્રમાણ) નિયત આંકડાને પાર ન કરે, ત્યાં સુધી આ સારવાર ચાલુ રહેશે. આ એક એવી સામાજિક જવાબદારી છે કે જ્યાં સુધી આ બધા બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ ના બની જાય ત્યાં સુધી નિયમિતપણે ચાલુ રાખવી પડશે. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન હોસ્પિટલ અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન આ બાળકોના જીવનમાં એક નવી આશાનો સૂરજ લાવવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છે, જેથી તેમનું ભવિષ્ય સારું અને સ્વસ્થ બની શકે.

When Healthcare Reaches the Last Hut in the Last Village

In the quiet village of Nani Dabdar, lived Rameshbhai Gavit. One day, an AAA+ project health worker arrived with a colleague, gathered the villagers, and began explaining the symptoms of a mental-health condition unfamiliar to most people there. Everyone listened. Rameshbhai listened too. He said nothing, but something in his mind had already clicked.

That evening, he went straight to the health worker’s house.
In a low, urgent voice he said, “The symptoms you described today—my younger brother has all of them. He fights with everyone, refuses to work, sleeps entire days, won’t bathe, and gets angry at the smallest thing. I want his treatment to start immediately. But he should never come to know.”

The health worker understood.
“Every Wednesday a doctor comes to Kharel,” she said, “but you don’t need to go. We will speak to him on video call from your home. Tomorrow I will collect the medicines from Shivarinmal. Mix them quietly into his meals.”

The plan unfolded exactly that way.
At first, Rameshbhai’s brother resisted food. Rameshbhai stayed patient. He kept going, dose after dose, day after day.
Weeks later, change appeared—slow, steady, unmistakable.
Today, his brother Jitendra lives peacefully with the family and helps with daily work. A home once filled with tension breathes again.

Rameshbhai says that affordable medicines, timely guidance, and the presence of AAA+ services in remote villages saved his brother’s life. For families like his, K.R. Shroff Foundation and Kharel Hospital have become lifelines.

Across the border in Maharashtra lived Radhikaben (name changed), mother of a two-year-old daughter. She suffered from a severe cervical condition that caused intense pain and difficulties in her marriage. Treatment elsewhere had failed. Her husband began to mistreat her. Violence entered their home. Out of fear, she took shelter with her aunt in Dang.

A health worker from the AAA+ project met her and suggested visiting Shivarinmal, where a gynecologist from Kharel Hospital visited every Thursday. Her aunt brought her there. After preliminary tests, the doctor asked her to come to Kharel for further examination. The diagnosis was clear: she needed a minor surgery.

The question was: who would pay?
Her husband refused to help. She had no Ayushman card. She had no support.

Kharel Hospital did not hesitate.
They completed her entire treatment and surgery free of cost.

Today, she is healthy. Her marriage has stabilized. She lives peacefully with her husband and daughter in her marital home. She and her aunt continue to express deep gratitude to the health worker and the organisations that stood by her.

Through the AAA+ initiative, the K.R. Shroff Foundation and Kharel Hospital have become a beacon of hope across remote tribal belts—bringing medical care to those who had none, restoring dignity where it was lost, and quietly transforming lives like those of Jitendra and Radhikaben.

ગામડાંના ઘરોમાં આરોગ્યનો દીવો

નાની દાબદર નામના એક નાના ગામમાં રમેશભાઈ ગાવિત રહેતા હતા. એક દિવસ તેમના ગામમાં AAA+ પ્રોજેક્ટમાંથી એક આરોગ્ય કાર્યકર એક ભાઈને લઈને આવ્યા. તેમણે ગામના લોકોને ભેગા કરીને એક સભા કરી અને કોઈ અજાણી બીમારી વિશે માહિતી આપી, બધાને સમજાવ્યું. રમેશભાઈએ બધું ધ્યાનથી સાંભળ્યું, પણ ત્યારે કંઈ પૂછ્યું નહીં. એ જ સાંજે રમેશભાઈ તે આરોગ્ય કાર્યકરબેનના ઘરે ગયા અને તેમને વાત કરી. તેમણે કહ્યું કે, “તમે આજે મીટિંગમાં જે બીમારીના લક્ષણો જણાવ્યા, એવું જ વર્તન મારો નાનો ભાઈ કરે છે. તે બધા સાથે લડે છે, કોઈ કામ કરતો નથી, આખો દિવસ સૂતો રહે છે, નાહવા-ધોવાનું પણ ધ્યાન નથી રાખતો અને નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે. એટલે મારે તેની દવા શરૂ કરાવવી છે, પણ મારા ભાઈને ખબર ન પડે તે રીતે બધું કરવું પડશે.”  આરોગ્ય કાર્યકરબેને તરત જ કહ્યું, “દર બુધવારે ખારેલમાં ડોક્ટર આવે છે, પણ આપણે ત્યાં જવાની જરૂર નથી. આપણે ઘરેથી જ વિડીયો કોલ કરીને ડોક્ટર સાથે વાત કરી લઈશું. પછી બીજા દિવસે શિવારીમાળ આવીને દવા લઈ જવાની અને તમારા ભાઈને ખબર ન પડે તે રીતે જમવામાં આપી દેવાની.” જે રીતે નક્કી કર્યું હતું, એ જ રીતે બધું થયું. શરૂઆતમાં રમેશભાઈનો ભાઈ જમવામાં દવા લેવાની આનાકાની કરતો હતો, પણ રમેશભાઈએ હિંમત ન હારી અને પ્રયત્નો ચાલુ રાખ્યા. તેઓ નિયમિત રીતે દવા આપતા રહ્યા. આજે તેમના ભાઈના વર્તનમાં ઘણો સુધારો આવ્યો છે. હવે તે ઘરમાં બધા સાથે હળીમળીને રહે છે અને બધા કામ પણ કરે છે. રમેશભાઈ કે.આર. શ્રોફ ફાઉન્ડેશન અને ખારેલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માને છે, કારણ કે તેઓ તેમના જેવા દૂરના ગામોમાં AAA+ જેવા આરોગ્ય અને વિકાસના પ્રોજેક્ટ ચલાવે છે અને તેમને સુવિધાઓ પૂરી પાડે છે. ઓછા પૈસામાં દવા મળી, જેના કારણે આજે તેમનો ભાઈ જીતેન્દ્ર સારો થઈ શક્યો છે.

બીજી બાજુ, મહારાષ્ટ્રની રાધિકાબેન (નામ બદલ્યું છે), જેને બે વર્ષની એક નાની દીકરી પણ હતી. તેમને ગર્ભાશયના મુખમાં ગાંઠ હોવાથી ઘણી તકલીફ થતી હતી અને સંબંધ બાંધવામાં પણ મુશ્કેલી આવતી હતી. બીજી કોઈ હોસ્પિટલમાં દવાથી તેમને કોઈ ફરક પડ્યો ન હતો. તેમના પતિ તેમની સાથે ઝઘડો અને મારામારી કરતા હતા, તેથી તેમના માસી તેમને પોતાના ઘરે ડાંગમાં લઈ આવ્યા હતા. એક દિવસ સંસ્થાના AAA+ પ્રોજેક્ટમાં કામ કરનાર આરોગ્ય કાર્યકર તેમને મળ્યા અને શિવારીમાળ ગામમાં દર ગુરુવારે ખારેલથી સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર આવે છે, તેમને બતાવવાની સલાહ આપી.

રાધિકાબેનના માસી તેમને ગુરુવારે શિવારીમાળ લઈ ગયા અને ત્યાં તપાસ કરાવી. રાધિકાબેનને વધુ સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા. ખારેલમાં બીજી તપાસ પછી નાનું ઓપરેશન કરવાની જરૂર જણાતી હતી. પરંતુ રાધિકાબેન માટે ઓપરેશનનો ખર્ચો કોણ કરે? તેમના પતિ તો તેમની સાથે વાત પણ કરતા ન હતા અને કોઈ ફોન પણ કરતા ન હતા. રાધિકાબેન પાસે આયુષ્માન કાર્ડ પણ ન હતું. તેથી ખારેલ હોસ્પિટલમાંથી રાધિકાબેનની બધી સારવાર મફતમાં કરવામાં આવી. રાધિકાબેન સાજા થઈ ગયા. હવે તેમને કોઈ તકલીફ નથી. તેમના પતિ સાથે પણ તેમના સંબંધો સુધરી ગયા.

આજે રાધિકાબેન તેમના પતિ અને દીકરી સાથે તેમની સાસરીમાં ખુશીથી રહે છે. તેઓ અને તેમના માસી આરોગ્ય કાર્યકર અને સંસ્થાને દિલથી આભાર માને છે. આમ, કે.આર. શ્રોફ ફાઉન્ડેશન અને ખારેલ સંસ્થા દૂરના ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પહોંચાડીને રમેશભાઈ અને રાધિકાબેન જેવા અસંખ્ય લોકોના જીવનમાં આશાનું કિરણ બની રહી છે. તેમની મદદથી ઘણા લોકો સારી સારવાર મેળવીને સ્વસ્થ અને સુખી જીવન જીવી રહ્યા છે.

Leadership Begins Within — Then It Transforms the Institution

A two-day leadership workshop was conducted at the Ahmedabad KRSF office for newly appointed trainee managers, managers, and cluster heads. Led by Shri Pratiksinh Parmar, the training went beyond theory and focused on strengthening the fundamentals of leadership—guiding teams effectively, delegating tasks with clarity, communicating with precision, and using motivational techniques that actually work.

Sports-based activities and structured games were used as learning tools. Through these exercises, participants experienced teamwork, coordination, and trust-building in real time—skills essential for anyone leading people on the ground.

The workshop stressed two central ideas:
“Lead by Example” and the “Rule of Thumb.”
Participants learned that leadership is not imposed; it is demonstrated.

Methods for self-improvement were introduced, including SWOT analysis, reflective practice, and daily self-evaluation. These tools helped attendees recognise their strengths, confront their weaknesses, and understand how personal habits influence organisational culture.

This training did not simply convey knowledge—it sparked introspection.
Each participant identified the leader within themselves.
Every individual created a five-month personal action plan and committed to driving positive change in the organisation through their role.

When inner change begins, institutional change becomes inevitable.

પહેલા તમે બદલાવ લાવો, પછી સંસ્થા બદલાશે

અમદાવાદની KRSF ઓફિસ ખાતે બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ યોજાઈ, જેમાં નવા ટ્રેઈની મેનેજરો, મેનેજરો અને ક્લસ્ટર હેડ્સે ભાગ લીધો. શ્રી પ્રતિકસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ આ વર્કશોપમાં લીડરશીપના મૂળ તત્વો જેવી કે ટીમનું માર્ગદર્શન, કાર્યનું યોગ્ય વિભાજન, સંવાદ કૌશલ્ય અને મોટિવેશનલ ટેકનિક્સ શીખવવામાં આવી. રમતગમત અને ગેમ્સ દ્વારા ટીમવર્ક, વિશ્વાસ અને કો-ઓર્ડિનેશન કેવી રીતે બાંધવું તે થીયરી અને પ્રેક્ટીકલ દ્વારા સમજાવવામાં આવ્યું. “Lead by Example” & “Rule of Thumb”નું મહત્ત્વ ઉપસ્થિત કરાયું અને સેલ્ફ-ડેવલપમેન્ટ માટે SWOT એનાલિસિસ તથા દૈનિક અનુસંધાન જેવી ટેક્નિક શીખવવામાં આવી.

આ ટ્રેનીંગ માત્ર જાણકારી આપતી નહિ, પણ દરેક નેતૃત્વકર્તાને પોતાના અંદરના લીડરને ઓળખવાની તક આપી. દરેક સભ્યે પોતાનું ૫ મહિનાનો એક્શન પ્લાન બનાવ્યો અને સંકલ્પ કર્યો કે પોતાની ભુમિકા દ્વારા સંસ્થા માટે પોઝિટિવ બદલાવ લાવશે.

The Teacher Who Became an Entire School

 

Saribar is a quiet village, but its silence hid a shortage of teachers. To fill the gap, KRSF assigned a supplemental teacher—Iswarbhai. At first, the placement seemed routine. It took only a short while to understand that nothing about him was ordinary.

When the school day ends, most teachers close their registers. Iswarbhai does the opposite—he opens new worlds for children who struggled even to identify letters. He holds their hands, steadying their fingers, guiding them into the landscape of words. He breaks down mathematical problems with such clarity that lessons feel like play.

His work shifts further the moment he notices the children’s basic needs—needs others overlook.

No barber in the village.
He cuts the children’s hair himself.

A child comes unwashed.
He bathes the child, teaching hygiene without embarrassment.

The school’s wiring fails.
He becomes the electrician, climbs up, and repairs it.

One person, countless roles. None performed for recognition. His only driving force: the children must learn, must advance.

He formed volleyball teams for boys and girls. He trained them, taught them teamwork, taught them how to win, how to lose, and how to stand again. He understood that sport sharpens the mind as much as the body and that life mirrors the rhythm of any game.

The villagers watched his work quietly. Their verdict was precise:

“One elephant is equal to a hundred men.”
A single person doing the work of hundreds.

The results of the year confirmed the statement. Children once dismissed as hopeless stood confidently at the front—reading, computing, participating, performing. Their progress carried the unmistakable imprint of one teacher’s discipline and imagination.

This is Iswarbhai’s impact. This is his magnitude.

At Dr. K. R. Shroff Foundation, we seek individuals who turn education into transformation. After hearing his story, the Foundation’s founders, Pratulbhai and Udaybhai, had only one assessment:

“He is our hero.”

આ શિક્ષક અભિનેતા કરતા પણ વધુ રોલ ભજવે છે

સરીબાર ગામ… નામ સાંભળવામાં જેટલું શાંત લાગે છે, અને એની શાળામાં શિક્ષકની ઘટ એ ઘટને અમે એક પૂરક શિક્ષકના સામાન્ય રૂપમાં મુક્યા ઈશ્વરભાઈ! પછી અમને જ લાગ્યું કે આ સામાન્ય નથી!!!
વિચારો તો, શાળાના દરવાજા બંધ થાય અને આ શિક્ષક એક નવી જ દુનિયા ખોલે. જે બાળકોને કક્કો ઘૂંટવામાં પણ તકલીફ પડતી હતી, તેમની આંગળી પકડીને એમને શબ્દોના આકાશમાં ઉડાવે. ગણિતના અઘરા કોયડાઓને એવી સરળ રીતે ઉકેલે કે જાણે રમતા રમતા બધું આવડી જાય!
પણ ઈશ્વરભાઈની કહાનીમાં ફિસ્ટ તો ત્યારે આવે છે જ્યારે તમે જુઓ કે આ શિક્ષક માત્ર ભણાવતા નથી. એ તો જરૂરિયાતોને પારખી લે છે. ગામમાં વાળંદ નથી? તો પોતે જ વાળંદ બનીને બાળકોના વાળ કાપી આપ્યા, કોઈ બાળક ગંદો આવે? તો સ્વચ્છતાના પાઠ ભણાવવા પ્રેમથી નવડાવી દે! શાળાની લાઈટ ગઈ? બની જાય ઈલેક્ટ્રીશીયન ને જાતે જ ચઢી જાય રિપેર કરવા! જાણે એકલો માણસ અને કામ અનેક!
આ બધાની પાછળ એમનો કોઈ સ્વાર્થ નથી. બસ એક જ ધૂન કે મારા બાળકો ભણે, આગળ વધે! એટલે જ તો એમણે છોકરા-છોકરીઓની વોલીબોલ ટીમ બનાવી. એમને રમતા શીખવ્યું, હાર-જીતનો પાઠ ભણાવ્યો. કેમ ખબર છે? કારણ કે ઈશ્વરભાઈ જાણે છે કે જીવન પણ એક રમત જ છે! હવે આવે છે સસ્પેન્સ… આ બધું જોઈને ગામના લોકો શું કહેતા હતા? એમ જ કહેતા હતા કે, “એકલો હાથી લાખનો!” મતલબ, ઈશ્વરભાઈ એકલા હોવા છતાં લાખોની બરાબર કામ કરી રહ્યા છે!
આ વર્ષે જે પરિણામ આવ્યું છે ને ભાઈ, એ તો કોઈ ચમત્કારથી ઓછું નથી! જે બાળકોને કોઈ આશા નહોતી, તેઓ આજે ડંકો વગાડી રહ્યા છે! આ કોનો જાદુ છે? આ જાદુ છે ઈશ્વરભાઈનો!
ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન આવા જાદુગરોને શોધે છે. એમને ખબર છે કે શિક્ષણનો સાચો પ્રકાશ આવા જ લોકો પાથરી શકે છે. ઈશ્વરભાઈની આ કહાની સાંભળીને ફાઉન્ડેશનના સ્થાપક પ્રતુલભાઈ અને ઉદયભાઈ બોલી ગયા, “આ તો અમારો હીરો