”Inspiring teacher helps children overcome their fear of school and encourages them to return”

Two kids studying in her class remain very quiet and silent. Seeing such behavior of kids, teacher Bhavnaben got curiously interested. Both were little weak at studies. At first she thought that they were not talking because of lack of confidence. Then she realized that they were scared of the teacher! Scared of a teacher? That is not acceptable. Really speaking, teacher reads the child’s mind and shapes it.

Discipline is insisted on, but it is not worth if the child is afraid! In the primary school of Ghoghasamdi gam in Gadhada taluka of Botad, our teacher Bhavnaben, placed by KRSF to fill the shortage of teachers, decided to encourage the children to talk, laugh and especially have fun in the class. She started going to Kiran and Nikul’s homes to cultivate homely relationship.

Since she is from the same village, before going to school, she often went to homes of both these kids and took them with her to school. This routine gradually destroyed children’s fear.

KRSF selects educated but unemployed people living in villages as teachers and places them where there is shortage of teachers in government schools. Currently we have placed more than 650 teachers in various government schools. They teach more than 50,000 students. We first train these chosen teachers and guide them more about the importance of child education. Through our training, teachers understand and grasp their mission and devoted themselves to play an important role in the development of children in their school.

Kiran studying and paying attention in class

Bhavnaben saw some weak students in her class. She did an experiment to make these students more interested in learning. She started asking these weaker students to seat next to the smarter ones in the class. This improved performance of the weaker students. The children who used to be quiet and weak in learning did not like to come to school, but with the efforts of Bhavnaben, today these children love to go to school. It was a minor change but paying attention to it, resulted in a great job done.

Other teachers and principal of Ghoghasamdi primary school are also enthusiastic. They are equally alert for the better future of children. With the efforts of the organization and the government, excellent work is being done in Ghoghasamdi primary school.

The vision of our founder Pratulbhai Shroff is to be instrumental in imparting excellent education to more than one million children. The whole team of KRSF is committed to make this spirit come true.

પ્રેરણાદાયી શિક્ષક બાળકોને તેમના શાળાના ડરને દૂર કરવામાં મદદ કરે અને તેમને શાળા પ્રત્યે પ્રોત્સાહિત કરે 

Bhavnaben teaching Math subject

પોતાના વર્ગમાં ભણતા બે બાળકો એકદમ ગુમસુમ બેસી રહે. શિક્ષીકા ભાવનાબહેનને બાળકોનું આવું વર્તન જોઈને એમનામાં રસ પડ્યો. ભણવામાં આ બેય ઠીક ઠીક. કદાચ આત્મવિશ્વાસ નહોવાના લીધે વાત નહીં કરતા હોય એવું એમને પ્રથમ લાગ્યું પછી ખ્યાલ આવ્યો કે એમને શિક્ષકની બીક લાગે.

શિક્ષકની બીક? શિક્ષક તો બાળકનું મન વાંચે એને ઘડે. શિસ્તનો આગ્રહ રાખે પણ એનાથી બાળકને ભય ઉપજે એ તો કેવી રીતે ચાલે? બોટાદના ગઢડા તાલુકાના ઘોઘાસમડી ગામની પ્રાથમિકશાળામાં KRSF દ્વારા શિક્ષકોની ઘટ પૂર્તી માટે મુકેલા અમારા ભાવનાબહેને બાળકોને વર્ગમાં બોલતા, હસતા ને ખાસ તો મસ્તી કરતા કરવાનુ નક્કી કર્યું. એમણે કિરણ અને નિકુલની સાથે ઘરોબો કેળવવા એમના ઘરે જવાનું શરુ કર્યું. પોતે ગામના જ એટલે ઘણી વખત નિશાળ જતા પહેલાં આ બેયના ઘરે જાય ને ત્યાંથી બેયને સાથે લઈને એ નિશાળ પહોંચે. જેના લીધે ધીમે ધીમે બાળકોનો ભય ભાંગ્યો.

KRSF ગામોમાં રહેતા શિક્ષીત બેરોજગારની શિક્ષક તરીકે પસંદ કરે અને જે તે સરકારી શાળામાં શિક્ષકોની ઘટ હોય ત્યાં એમને મુકે. હાલમાં 650 થી વધારે શિક્ષકો અમે વિવિધ સરકારી શાળાઓમાં મુક્યા છે. જે 50,000 થી વધારે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. અમે શિક્ષક તરીકે જેમને પસંદ કરીએ તે શિક્ષકોને અમે પ્રથમ તાલીમ આપીયે જેમાં બાળ કેળવણીની અગત્યતા અંગે વધારે વાત કરીએ. અમારી આ તાલીમમાંથી શિક્ષકો પોતાની કર્તવ્ય નિષ્ઠા સમજે અને પોતાની શાળામાં બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે.

Bhavnaben with Kiran and Nikul

ભાવનાબહેને પણ પોતાના વર્ગમાં ભણવામાં જરા નબળા વિદ્યાર્થીઓને જોયા. આ વિદ્યાર્થીઓ ભણતરમાં વધારે રસ કેળવે એ માટે એમણે એક પ્રયોગ કર્યો. વર્ગમાં જે વિદ્યાર્થીઓ હોંશિયાર હતા તેમની બાજુમાં એમણે આ નબળા વિદ્યાર્થીઓને બેસાડવાનું શરુ કર્યું જેના લીધે નબળા વિદ્યાર્થીઓના પરિણામમાં ફેર પડવા માંડ્યો.

જે બાળકો ગુમસુમ રહેતા, ભણવામાં નબળા હતા તેમને શાળાામાં આવવું બહુ ગમતું નહીં પણ ભાવના બહેનના પ્રયાસોથી આજે આ બાળકોને શાળા ગમવા માંડી. વાત નાની હતી પણ એના ઉપર ધ્યાન આપ્યું તો કેવું સરસ કામ થયું. ઘોઘાસમડીની પ્રાથમિકશાળાના અન્ય શિક્ષકો અને આચાર્ય પણ ઉત્સાહી. બાળકોના બહેત્તર ભવિષ્ય માટે તેઓ પણ એટલા જ સક્રિય. સંસ્થા અને સરકારના પ્રયત્નથી ઘોઘાસમડીની પ્રાથમિકશાળામાં ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. અમારી સંસ્થાના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફની ભાવના દસ લાખથી વધુ બાળકોને ઉત્તમ શિક્ષણ આપવામાં નિમિત્ત બનવાની છે.. તેમની આ ભાવના ફળે તે માટે KRSF ની સમગ્ર ટીમ કટીબદ્ધ છે..

Our teachers make mischievous children come to school regularly without giving any punishment.

What do we do if the child misbehaves a lot? We normally try to explain. Usually result is punishment, knowingly or unknowingly, if he does not understand even with that effort. But our teacher Sonalben used different tact to rescue Sumeet and Naitik, studying in her class, from their misadventures.

There was a shortage of teachers in primary school in Kunbargam of Narmada district. KRSF placed Sonalben as a supplementary teacher to fill that gap. Sonalben was also provided our training in child rearing. Naitik and Sumeet were in Sonalben’s class. Of course, both come to school but both would leave school, leaving their bags behind, with the excuse of going to washroom. They would go to the river and take a long time taking bath there. Their mischief in the class is also of different type. The whole class would get annoyed by it. They seemed to come to school only for disturbance. Parents of both also know their misbehavior. They assumed that their children would not go further in studies.

Sonalben with the mother of these children

Sonalben properly interpreted mischiefs of both of them and made various efforts to normalize their behavior and regularize their presence in the school. Instead of rebuking them, she took a different path and participated herself in their disturbance. Sonalben loved them as her own kids. She, very calmly and lovingly, explained the harm caused by this fracas. They slowly and gradually calmed down and ultimately, they started to attend school regularly.

The parents could not believe their eyes when they saw this surprised change. However, their hearts felt coolness. No child will think of leaving school if there are teachers like Sonalben in every school. We are proud to have teachers like Sonalben…

Sumeet and Naitik

અમારા શિક્ષકો તોફાની બાળકોને કોઈ પણ સજા આપ્યા વિના નિયમિત શાળાએ આવતા કરીદે બાળક બહુ તોફાન કરે તો આપણે શું કરીએ? સમજાવવા પ્રયત્ન કરીએ.. પણ એ પ્રયત્નથી પણ ન સમજે તો?  સામાન્ય રીતે સજા કરવાનું જાણે અજાણે થઈ જ જાય..પણ અમારા શિક્ષીકા સોનલબહેને એમના વર્ગમાં ભણતા સુમીત અને નૈતિકને તેમના તોફાનમાંથી ઉગારવા જુદી રીતો પસંદ કરી.

નર્મદા જિલ્લાના કુનબરગામમાં પ્રાથમિકશાળામાં શિક્ષકોની ઘટ. KRSF એ સોનલબહેનને એ ઘટપૂર્તી માટે પૂરક શિક્ષક તરીકે મૂક્યા. બાળ ઘડતરની અમારી તાલીમ પણ સોનલબહેનને મળી. નૈતિક અને સુમીત સોનલબહેનના વર્ગમાં. બેય બાળકો નિશાળમાં આવે ખરા. પણ એકી પાણી માટે જવું છે એવું કહીને દફતર વર્ગમાં મુકી પહોંચી જાય નદીએ ને ત્યાં ભરપૂર નહાય. વર્ગમાં પણ એમની મસ્તી જુદા પ્રકારની. આખો વર્ગ એનાથી હેરાન થાય. નિશાળમાં માત્ર તોફાન માટે આવતા હોય એવું લાગે. બેયના આ તોફાન મા-બાપ પણ જાણે. એમને પોતાના બાળકો બહુ નહીં ભણે એવું લાગતું.

Sumeet and Naitik with their mother

સોનલબહેને બેયના તોફાનને સમજ્યા ને એ તોફાનને હળવા કરવા, શાળામાં તેમને નિયમીત કરવા એમણે જુદા પ્રયત્નો આદર્યા. તોફાન સામે ઠપકો આપવાની જગ્યાએ એમની મસ્તીમાં એ પોતે પણ જુદી રીતે ભાગીદાર થયા. ને પછી પ્રેમથી આ મસ્તીથી શું નુકશાન થયું એ સમજાવ્યું. જેના લીધે ધીમે ધીમે આ બેય બાળકો શાંત થવા માંડ્યા. ઉપરાંત સોનલબહેન આ બેયને વહાલ પણ ઘણું કરે.. જેના લીધે બેઉ શાળામાં નિયમીત થયા. 

મા-બાપની તો આ પરિવર્તન જોઈ આંખો પહોંળી થઈ ગઈ. જો કે એમના જીવને હવે ટાઢક પણ પહોંચી. સોનલબહેન જેવા શિક્ષકો દરેક શાળામાં હોય તો એક પણ બાળક શાળા છોડીને જવાનું વિચારી નહીં એ નક્કી.. અમારી પાસે સોનલબહેન જેવા શિક્ષક હોવું ગૌરવ… 

Besides the book knowledge, KRSF teachers gives the life lessons too

‘What exactly is life class?’

‘Anilbhai runs such a class in place of teaching weak students in our school!’

‘Have you ever attended that class?’

‘No, but the children have a lot of fun.’

In the primary school of Motaa Dodisaragam in Sabarkantha, this was a constant murmuring among the teachers.

The questioner, Jasoraben, wanted to know what Anilbhai exactly did teach in the life class and so she hurried to Anilbhai’s life class. Normally a classroom accommodates twenty students. But whenever there is a life class, the classroom was always overflowed by most of the school children, pushing each other in limited space. Jasoraben also attended. She saw Anilbhai teaching how to develop self- confidence in children, regularity, discipline, etc. In short, Anilbhai taught how to build a useful life.

Anilbhai giving some life class

Students, who did not normally speak much in school, spoke a lot in this class. Jasoraben also got interested in this class. She also started attending this class every week regularly and started teaching the things taught in the life class to the children in her classroom. This started to show a reformation in her students.

KRSF appointed Anilbhai as a teacher to fill the shortage of teachers in Motaa Dodisara. He became the favorite of children as well as other school staff too. Recently the students of this school came first in district level kabaddi competition. They were successful because they learned the spirit of teamwork in the life class.The aim of KRSF is not only to educate the children but also to make them good and responsible citizens of the country. More than 650 teachers of the Foundation who teach children in government schools are given special training in life classes so that these children can be nourished with cultural values. Pratulbhai, the founder of KRSF, also visited Motaa Dodisara primary school. It is natural to feel happy seeing this type of school. We wish everyone a happy and glorious life!!!!!

પુસ્તકીય જ્ઞાન ઉપરાંત, KRSF શિક્ષકો જીવનના પાઠ પણ આપે

Anilbhai teaching in the class

લાઈફ ક્લાસ એ વળી શું?’

‘આપણી નિશાળમાં નબળા વિદ્યાર્થીઓને ભણાવવાનું કરતા અનીલભાઈ આવો વર્ગ ચલાવે છે!’

‘તમે કોઈ દિવસ એ વર્ગમાં બેઠા છો?’

‘ના પણ બાળકોને બહુ મજા પડે છે.’

સાબરકાંઠાના મોટી ડોડીસરાગામની પ્રાથમિકશાળામાં શિક્ષકો વચ્ચે આ ગણગણ થાય.

સવાલ પુછનાર જાસોરાબેનને લાઈફ ક્લાસમાં અનીલભાઈ એવું શું કરાવે તે જાણવાની તાલાવેલી થઈ ને એ પહોંચ્યા અનીલભાઈના વર્ગમાં. આમ તો આ વર્ગમાં વીસ વિદ્યાર્થીઓએ બેસવાનું હોય પણ શાળાના મોટાભાગના બાળકો લાઈફ ક્લાસ હોય ત્યારે સાંકડ મુકડ કરી એક વર્ગમાં બેસી જાય. જાસોરાબેન પણ બેઠા.. એમણે ક્લાસમાં બાળકોમાં આત્મવિશ્વાસ કેવી રીતે ખીલે, નિયમીતતા, શિસ્ત ટૂંકમાં જીવન ઘડતરની વાતો અનીલભાઈ શીખવતા હોવાનું જોયું. જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે શાળામાં ઝાઝુ બોલતા ન હોય એ આ વર્ગમાં ઘણું બોલે..

જાસોરાબેનને પણ આ વર્ગમાં રસ પડ્યો. એ પણ દર અઠવાડિયે લેવાતા આ વર્ગમાં અચુક હાજર રહેવા માંડ્યા ને પોતાના વર્ગખંડમાં બાળકોને લાઈફ ક્લાસમાં ભણવવામાં આવતી વાતો શીખવવા માંડ્યા. જેનાથી વિદ્યાર્થીઓમાં બદલાવ આવવા માંડ્યો.

Students are listening Anilbhai carefully

KRSF એ મોટા ડોડીસરામાં શિક્ષકોની ઘટની પૂર્તી માટે અનીલભાઈને શિક્ષક તરીકે મુકેલા. જે બાળકોના અને શાળાના અન્ય સ્ટાફના પણ પ્રિય થઈ ગયા. હમણાં આ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ આવ્યા. ટીમવર્કની ભાવના તેઓ લાઈફ ક્લાસમાં બરાબર શીખ્યા હતા માટે એ સફળ થયા. KRSF નું લક્ષ બાળકોને માત્ર ભણાવવાનું જ નહીં પણ એ દેશના ઉત્તમ તેમજ જવાબદાર નાગરિક બને તેવું માટે ફાઉન્ડેશનના 650 થી વધારે શિક્ષકો જે સરકારી શાળામાં બાળકોને ભણાવે તેમને લાઈફ ક્લાસની ખાસ તાલીમ આપવામાં આવે જેથી એ બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ પણ કરી શકે.

મોટા ડોડીસરાની પ્રાથમિકશાળાની મુલાકાત KRSF ના સ્થાપક પ્રતુલભાઈએ પણ લીધી.. સુંદર શાળા જોઈને રાજી તો થવાય જ… બસ સૌનું શુભથાવોની શુભભાવના.