Pratul Shroff and Kamleshbhai
Though there were Children of eligible age for school, there was no school in the village. However, because parents realize the significance of education, they send their children across the river to the neighboring village to study. But they constantly feel that if they have school in the village, children would not have to risk crossing the river. The story is of Patavalli village in Narmada district. A few years ago, Padiyabhai of the village was very conscious about this and so he requested the Collector for the approval of a school in the village. Later the school was approved. But it might take years to build the building. The joint family of Padiyabhai and his brothers lived in one house and the front foyer of the house was very large. This foyer served as school for 30 children until a school building was built.
There are currently 105 children studying in the school. Kamleshbhai is from this family who provided their house to run the school. He did his M.A. in Education and joined us five years ago to work as a teacher in a government school wherever there is a shortage of teachers. The family has contributed a lot to light the flame of education and his devotion to duty is also mountainous. As also, Kamleshbhai wanted to join education activity and foundation provided an opportunity to fulfill his wishes.
Pratulbhai Shroff, the founder of our foundation, heard about the family’s spirit of giving up something for the education, though living with limited resources. He went to this family’s home and applauded their spirit. The family served him with spiced delicious tea. Kamleshbhai also sang a devotional “bhajan”.
Such families are the true torchbearers of Indian culture… and in turn we also feel proud to have Kamleshbhai with us…
ગામમાં નિશાળમાં જઈ શકે તે ઉંમરના બાળકો ખરા પણ ગામમાં નિશાળ નહીં. મા-બાપ શિક્ષણના મહત્વને સમજે એટલે બાજુના ગામમાં નદી પાર કરીને બાળકોને ભણવા મોકલે. પણ મનમાં સતત પોતાના ગામમાં નિશાળ થાય તો નદી પાર કરવાનું જોખમ ન વહોરવું પડે એવું થાય.
વાત છે નર્મદા જિલ્લાના પાટવલ્લીગામની. થોડા વર્ષો પહેલાં ગામના જાગૃત પાડિયાભાઈએ ગામમાં શાળાની મંજૂરી માટે કલેક્ટર શ્રીને વિનંતી કરી ને શાળાની મંજૂરી મળી ગઈ. પણ મકાન બંધાતા વરસ લાગે એમ હતું. પાડિયાભાઈ અને એમના ભાઈઓનો સંયુક્ત પરિવાર એક ઘરમાં રહે એ ઘરની ઓસરી ઘણી મોટી. આ ઓસરીમાં 30 બાળકોની નિશાળ જ્યાં સુધી શાળાનું મકાન ન બન્યું ત્યાં સુધી ચાલી. પછી શાળાનું મકાન બન્યું.
આજે શાળામાં 105 બાળકો ભણે છે. જેમણે પોતાનું ઘર શાળા ચલાવવા આપ્યું તે પરિવારમાંથી કમલેશભાઈ M.B.ed થયા ને અમારી સાથે સરકારી શાળાઓમાં જ્યાં શિક્ષકની ઘટ હોય તેવી શાળામાં શિક્ષક તરીકે કામ કરવા પાંચ વર્ષ પહેલાં જોડાયા. તેમની કર્તવ્ય નિષ્ઠા જબરી. પરિવારે શિક્ષણની જ્યોત પ્રગટાવવા પોતાનું યોગદાન આપેલું. એટલે કમલેશભાઈને પણ આ કાર્યમાં જ જોડાવું હતું ને ફાઉન્ડેશનના માધ્યમથી એમનો મનોરથ પૂર્ણ થયો.
મર્યાદીત સંસાધનો સાથે જીવતા પરિવારની શિક્ષણ માટે કાંઈક કરી છુટવાની ભાવના વિષે અમારા ફાઉન્ડેશનના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફે સાંભળેલું તે ખાસ આ પરિવારના ઘરે ગયા. તેમની ભાવનાને બિરદાવી. પરિવારે મજાની ચા પીવડાવી સાથે કમલેશભાઈએ સરસ ભજન પણ સંભળાવ્યું.
ભારતીય સંસ્કૃતિના આવા પરિવારો સાચા વાહકો… અને કમલેશભાઈ અમારી સાથે હોવાનું ગૌરવ…