Vraj’s Inspiring Journey: From Village Barber’s Son to Aspiring MBBS Doctor with KRSF’s Support and Determination

“I secured 65 percent in the tenth standard. I dreamed of becoming a doctor, but how could I become a doctor with such a low percentage? My village is Vadoth in Sabarkantha. My dad works as a barber. He didn’t have much money required to spend on my education to make me a doctor. I worked hard in 11th and 12th standard and secured 88 percent in 12th grade. I also got 397 marks in the NEET exam. With these results, I could have become an Ayurveda doctor, but I wanted to be an MBBS doctor. So, I decided to take a gap year and prepare for NEET again. I was determined to succeed, and in the second round, I secured 531 marks. As a result, I was admitted to the medical college in Gandhinagar. But by the time I complete my studies, I will need to pay fees of Rs. 45 lakhs. Where will I get such a large sum of money?

As a child, I was disappointed and wondered why we didn’t have any money during that time. However, I believed that with strong determination and pure intentions, God would help us. I vividly remember seeing my grandfather undergoing treatment at Ahmedabad Civil Hospital. I realized that without the care he received there, he wouldn’t have survived. This experience motivated me to pursue a career in medicine and to serve in a government hospital, to help many patients like my grandfather. My determination to achieve this goal was so strong that Mittalben from my village informed my father about the Dr. K. R. Shroff Foundation. She said it would help your Vraj. After that, we met Pratulbhai Shroff and Udaybhai Desai. They listened to my story and helped me pay my fees.

Thanks to the Foundation, I can study MBBS. How many people in this world help so selflessly? I have also made a decision. I will help another person like me become a doctor. I will be even happier if there will be more than one. At the very least, I will repay my debt to the organization by helping at least one person become a doctor.”

Vraj’s visit to the KRSF office was truly inspiring. He shared his incredible journey with us, The organization’s mission is to positively impact the lives of millions of children. It’s incredibly fulfilling to be able to play a role in making the dreams of children like Vraj a reality.

“દસમા ધો.માં 65 ટકા આવ્યા. સપનુ તો ડોક્ટર બનવાનું જોયું. પણ આટલા ટકા એ ડોક્ટર કેવી રીતે થવાય?
મારુ ગામ સાબરકાંઠાનું વડોથ. પપ્પા હજામ નું કામ કરે. એમની પાસે એવા ઢગલો રૃપિયા નહીં કે મારી પાછળ એ ખર્ચે ને મને ડોક્ટર બનાવે. મે કમર કસી ને 11,12 ધો.માં ખુબ મહેનત કરી. બારમાં ધો.માં 88 ટકા ને નીટની પરીક્ષામાં 397 માર્કસ આવ્યા. આર્યુવેદ ડોક્ટર બની શકાય પણ મારે એમબીબીએસ થવું હતું. મે ડ્રોપ લીધો ને નીટની પાછી તૈયારી. મારુ લક્ષ નક્કી હતુ. બીજી વારમાં 531 માર્કસ આવ્યા. ગાંધીનગરમાં મને મેડીકલમાં એડમીશન મળ્યું. પણ મારો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મારે નહી નહીં તોય 45 લાખ ફી પેટે ભરવાના થાય.. આટલા પૈસા ક્યાંથી લાવું…
હું નિરાશ થઈ ગયેલો.. એ વખતે કેમ અમારી પાસે પૈસા નહીં એમ પણ થયું. પણ કે છે ને તમારો નિર્ધાર પાક્કો હોય ને એ નિર્ધારનો આશય શુદ્ધ હોય તો ભગવાન મદદ કરે. મે નાનપણમાં મારા દાદાને અમદાવાદ સિવીલમાં સારવાર લેતા જોયેલા. સિવીલ ન હોત તો મારા દાદા ન બચત. એ વખતે ડોક્ટર બનવાનું નક્કી કર્યું ને સરકારી હોસ્પિટલમાં સેવા આપવાનો નિર્ધાર કર્યો. ખાસ તો દાદા જેવા અનેક દર્દીની સારવાર કરી શકુ એ માટે.. આ નિર્ધાર માં પવિત્રતા હતી એટલા મારા ગામના મિત્તલબેને મારા પપ્પાને ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન વિષે વાત કરી અને એ તમારા વ્રજને મદદ કરશેનું કહ્યું.
એ પછી અમે પ્રતુલભાઈ શ્રોફ, ઉદયભાઈ દેસાઈને મળ્યા ને મારી વાતો સાંભળી એમણે મારી ફી ભરવા મદદ કરી. 

આજે હું MBBS ભણી રહ્યો છું તો ફાઉન્ડેશનના પ્રતાપે.. નિસ્વાર્થભાવે આવી મદદ કરનાર આ દુનિયામાં કેટલ? મે પણ નિર્ધાર કર્યો છે. મારા જેવા એક વ્રજને તો મારી જેમ ડોક્ટર બનાવીશ. એકથી વધુ થાય તો રાજી થઈશ પણ એકને બનાવીને સંસ્થા પ્રત્યેનું ઋણ હું અદા કરીશ…”

વ્રજ KRSF ની ઓફીસ પર આવ્યો ને એણે એની જર્ની અમારી સાથે શેર કરી. સંસ્થા લાખો બાળકોના જીવનમાં બદલાવ માટે પ્રયત્ન કરે. વ્રજ જેવા બાળકોએ જોયેલા સમણાં પુરા કરવામાં નિમિત્ત બની શક્યાનો આનંદ…

Share:

Related

Categories