Teachers help students to achieve their dreams by finding their passion and molding it.

Rasnal is small village in Gadhada Taluka of Botad. Prarthana, an interesting little girl studies in the primary school of the village. Parents do farming in partnership. Father drives a rental truck too.

Financial condition is relatively average. But the parents’ spirit was to educate the daughter well, so she could go ahead in her life. She is smart in learning. Additionally, nature gifted her with melodious voice.

She sings prayers and leads others in prayers regularly in school. The principal of the school and two teachers Harshidaben and Medhaben, placed by us (i.e. KRSF) to fill vacancies of teachers in this school, felt that her voice was beautifully melodious. They encouraged Prarthana and arranged her singing practice during recess time. The voice started to mold  by picking rhythms.

Teachers help students 01

Students paying attention in her class

During this time, a music competition was organized at the taluka level and Prarthana secured a first rank. Thereafter, she secured a second rank in the competition organized at the district level.

In cities, parents struggle to make children participate in extra-curricular activities. But this is still not happening in small villages. There, children’s talent is first revealed to the teacher only. At such a time, if the teachers help in developing the talent of the child, the future of such children will shine in the fields other than education as well.

Along with government school, our team at KRSF feel happy in being instrumental in making Prarthna’s future glorious.

Good wishes for Prarthana, who initiated by singing prayers at school, to make a name for herself in the world of music…..

Students participating in class

Students participating in class

શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના હુનર શોધી તેને ઢાળીને તેમના સપનાને સિદ્ધ કરવામાંય મદદ કરે 

રસનાળ, બોટાદના ગઢડા તાલુકાનું નાનકડુ ગામ. ગામની પ્રાથમિકશાળામાં પ્રાર્થના નામની આપણને સૌને રસ પડે એવી દીકરી ભણે. માતા પિતા ભાગવી ખેતી કરે. પિતા ખેતી સાથે ટ્રક પણ ચલાવે.  આર્થિક સ્થિતિ ઘરની પ્રમાણમાં ઠીક ઠીક. પણ માતા પિતાની ભાવના દીકરી ભણીને ખુબ આગળ વધે તેવી.  દીકરી ભણવામાં હોંશિયાર સાથે કુદરતે એનો કંઠ મજાનો ઘડ્યો. પ્રાર્થના શાળામાં થતી પ્રાર્થનામાં નિયમીત પ્રાર્થના ગાય. અવાજ સુંદર હોવાનું શાળાના આચાર્ય ને અમારા એટલે કે KRSF દ્વારા આ શાળામાં શિક્ષકોની ઘટની પૂર્તી માટે મુકેલા બે શિક્ષિકા હર્ષિદાબહેન અને મેધાબહેનને લાગ્યું. એમણે પ્રાર્થનાને પ્રોત્સાહન આપ્યું ને એનો રિયાઝ રીશેસ દરમ્યાન શરૃ કરાવ્યો. કંઠ ઘડાતો ગયો. 

આ દરમ્યાન તાલુકા કક્ષાએ સંગીત સ્પર્ધાનું આયોજન થયું ને એમાં પ્રાર્થના પ્રથમ આવી એ પછી  જિલ્લાકક્ષાએ આયોજીત સ્પર્ધામાં એ બીજા ક્રમે આવી.

Harshidaben, Medhaben and Prarthana

Harshidaben, Medhaben and Prarthana

શહેરોમાં બાળકોને ભણવા સિવાયની પ્રવૃતિમાં ભાગ લેતા કરવા મા-બાપ ભારે જહેમત ઉઠાવે. પણ ગામ઼ડાઓમાં હજુ આ બધુ થતું નથી. ત્યાં બાળકોની પ્રતિભાનો પહેલો પરિચય શિક્ષકને જ થાય. આવા સમયે શિક્ષકો એ બાળકની પ્રતિભા ખીલવવામાં મદદરૃપ થાય તો આવા બાળકોનું ભવિષ્ય ભણતર સિવાયના ક્ષેત્રમાં પણ ઉજળુ બને..

પ્રાર્થનાનું ભવિષ્ય ઉજળું બનાવવામાં સરકારી શાળાની સાથે KRSF ની ટીમ નિમીત્ત બની રહી છે તેનો રાજીપો.. 

શાળાની પ્રાર્થના થી ગાવાની શરૂઆત કરનાર પ્રાર્થના સંગીતની દુનિયામાં પોતાનું નામ રોશન કરે તેવી શુભભાવના.

Share:

Related

Categories