waves

સામાન્ય લોકો, અસામાન્ય ગાથાઓ

Latest Book

આપણે સૌ એક છીએ

ડૉ. કે. આર. શ્રોફ માનતા કે આપણે સહુ એક છીએ.તેમની આ માનવતાવાદી વિચારસરણીની ફલશ્રુતિ એટલે ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF).જો સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવવું હશે તો તે શિક્ષણ દ્વારા જ લાવી શકાશે, તેવી તેમની દ્રઢ માન્યતા હતી.આજે KRSF વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું આ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કરે છે.

આ સંસ્થા કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વંચિત વર્ગ સાથે તેમના જીવનની ગુણવત્તા સુધારવાના એકમાત્ર આશયથી કામ કરે છે.આ કાર્ય આધુનિક શિક્ષણ પદ્ધતિના વિકાસ તથા ઉપકરણોના પ્રદાન દ્વારા કરવામાં આવે છે.સમાજમાં સમાનતા અને પરિવર્તન લાવવું હશે, તો તે માત્ર પ્રાથમિક કેળવણીમાં પાયાના બદલાવથી લાવી શકાશે.

આપણે સૌ એક છીએ