”Inspiring teacher helps children overcome their fear of school and encourages them to return”

Two kids studying in her class remain very quiet and silent. Seeing such behavior of kids, teacher Bhavnaben got curiously interested. Both were little weak at studies. At first she thought that they were not talking because of lack of confidence. Then she realized that they were scared of the teacher! Scared of a teacher? That is not acceptable. Really speaking, teacher reads the child’s mind and shapes it.

Discipline is insisted on, but it is not worth if the child is afraid! In the primary school of Ghoghasamdi gam in Gadhada taluka of Botad, our teacher Bhavnaben, placed by KRSF to fill the shortage of teachers, decided to encourage the children to talk, laugh and especially have fun in the class. She started going to Kiran and Nikul’s homes to cultivate homely relationship.

Since she is from the same village, before going to school, she often went to homes of both these kids and took them with her to school. This routine gradually destroyed children’s fear.

KRSF selects educated but unemployed people living in villages as teachers and places them where there is shortage of teachers in government schools. Currently we have placed more than 650 teachers in various government schools. They teach more than 50,000 students. We first train these chosen teachers and guide them more about the importance of child education. Through our training, teachers understand and grasp their mission and devoted themselves to play an important role in the development of children in their school.

Kiran studying and paying attention in class

Bhavnaben saw some weak students in her class. She did an experiment to make these students more interested in learning. She started asking these weaker students to seat next to the smarter ones in the class. This improved performance of the weaker students. The children who used to be quiet and weak in learning did not like to come to school, but with the efforts of Bhavnaben, today these children love to go to school. It was a minor change but paying attention to it, resulted in a great job done.

Other teachers and principal of Ghoghasamdi primary school are also enthusiastic. They are equally alert for the better future of children. With the efforts of the organization and the government, excellent work is being done in Ghoghasamdi primary school.

The vision of our founder Pratulbhai Shroff is to be instrumental in imparting excellent education to more than one million children. The whole team of KRSF is committed to make this spirit come true.

પ્રેરણાદાયી શિક્ષક બાળકોને તેમના શાળાના ડરને દૂર કરવામાં મદદ કરે અને તેમને શાળા પ્રત્યે પ્રોત્સાહિત કરે 

Bhavnaben teaching Math subject

પોતાના વર્ગમાં ભણતા બે બાળકો એકદમ ગુમસુમ બેસી રહે. શિક્ષીકા ભાવનાબહેનને બાળકોનું આવું વર્તન જોઈને એમનામાં રસ પડ્યો. ભણવામાં આ બેય ઠીક ઠીક. કદાચ આત્મવિશ્વાસ નહોવાના લીધે વાત નહીં કરતા હોય એવું એમને પ્રથમ લાગ્યું પછી ખ્યાલ આવ્યો કે એમને શિક્ષકની બીક લાગે.

શિક્ષકની બીક? શિક્ષક તો બાળકનું મન વાંચે એને ઘડે. શિસ્તનો આગ્રહ રાખે પણ એનાથી બાળકને ભય ઉપજે એ તો કેવી રીતે ચાલે? બોટાદના ગઢડા તાલુકાના ઘોઘાસમડી ગામની પ્રાથમિકશાળામાં KRSF દ્વારા શિક્ષકોની ઘટ પૂર્તી માટે મુકેલા અમારા ભાવનાબહેને બાળકોને વર્ગમાં બોલતા, હસતા ને ખાસ તો મસ્તી કરતા કરવાનુ નક્કી કર્યું. એમણે કિરણ અને નિકુલની સાથે ઘરોબો કેળવવા એમના ઘરે જવાનું શરુ કર્યું. પોતે ગામના જ એટલે ઘણી વખત નિશાળ જતા પહેલાં આ બેયના ઘરે જાય ને ત્યાંથી બેયને સાથે લઈને એ નિશાળ પહોંચે. જેના લીધે ધીમે ધીમે બાળકોનો ભય ભાંગ્યો.

KRSF ગામોમાં રહેતા શિક્ષીત બેરોજગારની શિક્ષક તરીકે પસંદ કરે અને જે તે સરકારી શાળામાં શિક્ષકોની ઘટ હોય ત્યાં એમને મુકે. હાલમાં 650 થી વધારે શિક્ષકો અમે વિવિધ સરકારી શાળાઓમાં મુક્યા છે. જે 50,000 થી વધારે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. અમે શિક્ષક તરીકે જેમને પસંદ કરીએ તે શિક્ષકોને અમે પ્રથમ તાલીમ આપીયે જેમાં બાળ કેળવણીની અગત્યતા અંગે વધારે વાત કરીએ. અમારી આ તાલીમમાંથી શિક્ષકો પોતાની કર્તવ્ય નિષ્ઠા સમજે અને પોતાની શાળામાં બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે.

Bhavnaben with Kiran and Nikul

ભાવનાબહેને પણ પોતાના વર્ગમાં ભણવામાં જરા નબળા વિદ્યાર્થીઓને જોયા. આ વિદ્યાર્થીઓ ભણતરમાં વધારે રસ કેળવે એ માટે એમણે એક પ્રયોગ કર્યો. વર્ગમાં જે વિદ્યાર્થીઓ હોંશિયાર હતા તેમની બાજુમાં એમણે આ નબળા વિદ્યાર્થીઓને બેસાડવાનું શરુ કર્યું જેના લીધે નબળા વિદ્યાર્થીઓના પરિણામમાં ફેર પડવા માંડ્યો.

જે બાળકો ગુમસુમ રહેતા, ભણવામાં નબળા હતા તેમને શાળાામાં આવવું બહુ ગમતું નહીં પણ ભાવના બહેનના પ્રયાસોથી આજે આ બાળકોને શાળા ગમવા માંડી. વાત નાની હતી પણ એના ઉપર ધ્યાન આપ્યું તો કેવું સરસ કામ થયું. ઘોઘાસમડીની પ્રાથમિકશાળાના અન્ય શિક્ષકો અને આચાર્ય પણ ઉત્સાહી. બાળકોના બહેત્તર ભવિષ્ય માટે તેઓ પણ એટલા જ સક્રિય. સંસ્થા અને સરકારના પ્રયત્નથી ઘોઘાસમડીની પ્રાથમિકશાળામાં ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. અમારી સંસ્થાના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફની ભાવના દસ લાખથી વધુ બાળકોને ઉત્તમ શિક્ષણ આપવામાં નિમિત્ત બનવાની છે.. તેમની આ ભાવના ફળે તે માટે KRSF ની સમગ્ર ટીમ કટીબદ્ધ છે..

Share:

Related

Categories