Empowering Education: Bridging the Teacher gap in various parts of Gujarat with NGO initiatives.

KRSF foundation filling the gape of teachers
Education is necessary for molding life. KRSF believes this to be true. Even so, only today’s children will contribute in shaping the future of our country. Hence, it is very important that these children are very well developed. We place teachers in government and trust-run schools in Sabarkantha, Gandhinagar, Ahmedabad, Banaskantha, Aravalli, Narmada and Botad districts wherever there is shortage of teachers. Going one step further, we have started filling in the shortage of teachers to the educational institutions operating in South Gujarat too, so that the future of the children does not suffer. Our Pratulbhai Shroff, founder trustee of KRSF and Udaybhai Desai, President of KRSF, both believe that the utmost attention with care should be given in the development of children. We strongly believe that maximum provision should be made for basic education even in the government budget and we constantly strive to work with the government and do better.
With this philosophy in mind, we try to do whatever we can.
You should also work to ease these needs and fill in shortages in the field of education in your area.
If we work together, hand in hand in this direction, a day will come when we will definitely be able to
reap excellent results.

શિક્ષણનું સશક્તિકરણ: NGOની પહેલ વડે ગુજરાતના વિવિધ ભાગોમાં શિક્ષકોની ઉણપને પૂરી કરવી.

જીવન ઘડતર માટે શિક્ષણ જરૃરી. KRSF આ વાતને બરાબર માને. આમ પણ દેશનું ભાવી ઘડવામાં આજના બાળકો જ તરુણ થઈને યોગદાન આપવાના. ત્યારે આ બાળકોનું ઘડતર ઉત્તમ થાય એ ખુબ જરૃરી. અમે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, નર્મદા અને બોટાદ જિલ્લામાં સરકારી, ટ્રસ્ટ સંચાલિત નિશાળો કે જ્યાં શિક્ષકોની ઘટ હોય ત્યાં શિક્ષકો મુકીએ. હવે એક સ્ટેપ આગળ દક્ષિણ ગુજરાતમાં કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષકોની ઘટની પૂર્તી કરી આપીએ, જેથી બાળકોનું ભાવી ન બગડે.
અમારા પ્રતુલભાઈ શ્રોફ ફાઉન્ડર KRSF તેમજ ઉદયભાઈ દેસાઈ પ્રમુખ KRSF બેઉનું માનવું બાળકોના ઘડતરમાં સૌથી વધારે ધ્યાન આપવું જોઈએનું.સરકારના બજેટમાં પણ પાયાના શિક્ષણ માટે મહત્તમ જોગવાઈ થાય તેવું અમે માનીયે ને સરકાર સાથે રહીને ઉત્તમ કરવા મથીએ.. અમારી આ ફીલોસોફી સાથે અમારાથી થતું કરીએ.
તમે પણ તમારા વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે જરૃરિયાતોની ઘટ માટે મથજો.
સાથે મળીને આ દિશામાં મથીશું તો એક દિવસ ચોક્કસ ઉત્તમ પરિણામ લાવી શકીશું.

Share:

Related

Categories