Empowering Bright Futures: Dr. K. R. Shroff Foundation’s Scholarship Initiative to Prevent School Dropouts and Uplift Families

“A teacher is one who prepares the child holistically to survive in upcoming challenging situations.”
What a beautiful sentiment the verses of the poem written by Dr. Sarvapalli Radhakrishnan reveals. We keep saying that children are the future of this country. But do we put in our solid efforts to mould that child in right perspective?

It can be definitely said that children are the priority of any country where one fourth of the total budget is spent on education. Of course, it is just a matter of education and knowledge for a commn man, but it is a matter of implementation who value them.

We, i.e. Dr. K. R. Shroff Foundation is being instrumental in shaping the future of this country by imparting excellent education to children. We mostly work together with government schools to ensure that children studying in government schools get good education. We place teachers where there is shortage of teachers. Time and again, we give intensive training to our teachers as to how to teach children and while teaching, where more attention should be given.

During this training it came to our attention that many children are smart in studies but the financial condition of the families is such that they fall apart overnight. Consequently, children drop out of school.

We have started a scholarship program so that such children do not drop out of school and support their families also with scholarship money. This program provides a fixed amount every month to a child. To get the scholarship, the child has to pass the exam. After passing the exam, he gets a fixed amount every month for one year. In order for the scholarship to continue in the second year, the student has to retake the exam in the second year as well. Thus, if child passes the exam every year, he/she will get support in the form of scholarship money every year.

Once the family of the child gets help from our scholarship program, the family works hard to continue their children’s education. If the child and family do not work hard for his education, then the scholarship will stop. The benefit of this program is that it has stopped the dropout ratio of bright students and it additionally supports the family.

Recently in the Danta area of ​​Banas kantha, 33 children were selected by our teachers from the schools we help out in the area. They took exams conducted by us to get scholarships.

Our teachers search for the children who are eligible to get the scholarship. Not only that, our teachers help them also to prepare for the exams.

Our effort is to make sure every child takes education. Our intention is to take care of the children through scholarship program so that they do not drop out of school due to family problems.

Good luck to all the children who have taken the exam.

“ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન: હોંશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી શાળા છોડવું રોકતી પહેલ”

“શિક્ષક એ છે જે આવનારી પરિસ્થિતિઓમાં
ટકી રહેવા માટે બાળકને સર્વાંગીણ રીતે તૈયાર કરે..”

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને લખેલી કવિતાની પંક્તિઓ કેવો સુંદર ભાવ પ્રગટ કરે છે. બાળક દેશનું ભવિષ્ય એવું આપણે સૌ બોલીએ. પણ એ બાળકના ઘડતર માટે આપણા નક્કર પ્રયાસો ખરા?

જે દેશના કુલ બજેટનો ચોથો ભાગ શિક્ષણ પાછળ ખર્ચાય તે દેશની પ્રાથમિકતામાં બાળકો છે તેવું ચોક્કસ કહી શકાય. આમ તો આ વાતો જ્ઞાનની અને જેને અમલ કરવો હોય તેના માટે અમલની..
અમે એટલે કે ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન દેશના ભાવિના ઘડતરમાં બાળકોને ઉત્તમ શિક્ષણ આપી નિમિત્ત બની રહ્યું છે.
અમે મહત્તમ સરકારી નિશાળમાં ભણતા બાળકોને સારુ શિક્ષણ મળે તે માટે સરકારી શાળાઓ સાથે મળીને પ્રયત્નો કરીએ. અમે જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં શિક્ષકો મૂકીએ. અમારા શિક્ષકોને બાળકોને કવી રીતે ભણાવવા, ભણાવતી વખતે શું ધ્યાન રાખવું તેની સઘન તાલીમ પણ વખતો વખત આપીયે.

આ તાલીમ દરમ્યાન અમારા ધ્યાને આવ્યું કે ઘણા બાળકો ભણવામાં હોંશિયાર છે પણ ઘરની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે એવી. જેના લીધે બાળકો ઝડપથી શાળા છોડી દે.

અમે આવા બાળકોની શાળા છુટે નહીં ને એ બાળકો થકી ઘરને પણ ટેકો મળે તે માટે સ્કોલરશીપ કાર્યક્રમ શરૃ કર્યો. જે અંતર્ગત દર મહિને એક નિયત રકમની વસ્તુ બાળકને મળે. સ્કોલરશીપ મેળવવા બાળકે એક પરિક્ષા પાસ કરવી પડે ને પરિક્ષા પાસ કર્યા પછી એને એક વર્ષ માટે નિયત રકમની વસ્તુ દર મહિને મળે. સ્કોરશીપ બીજા વર્ષે ચાલુ રહે તે માટે વિદ્યાર્થીએ પાછી બીજા વર્ષે પણ પરિક્ષા આપવી પડે. આમ દર વર્ષે પરિક્ષા પાસ કરે તો સ્કોલરશીપ રૃપે ટેકો મળે.

અમારા સ્કોરશીપ કાર્યક્રમમાં જે બાળકને મદદ મળે તે પરિવારને એક વખત સ્કોલરશીપ રૃપે મદદ મળતી થાય તે પરિવાર પોતાના બાળકોના ભણતર માટે મહેનત કરવાનું કરે. જો બાળકના ભણતર માટે મહેનત નહીં કરે તો સ્કોલરશીપ મળવાનું બંધ થઈ જાય. આ કાર્યક્રમથી હોંશિયાર વિદ્યાર્થીનું શાળા છોડવાનું પ્રમાણ બંધ થયું ને ઘરમાં ટેકો થયો એ નફાનું.
હમણાં બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં અમે જે શાળાઓમાં મદદ કરીએ તે વિસ્તારના અમારા શિક્ષકોએ પસંદ કરેલા 33 બાળકોની સ્કોલરશીપ મેળવવા પરીક્ષા લેવામાં આવી.
સ્કોલરશીપ મેળવવા માટે હકદાર બાળકોની ખોજ અમારા શિક્ષકો કરે ને પરીક્ષાની તૈયારી પણ અમારા શિક્ષકો કરાવે.

અમારો પ્રયત્ન દરેક બાળક ભણે તેવો.. પણ ઘરની તકલીફોના કારણે બાળકો શાળા છોડો નહીં તેનું પણ સ્કોરશીપ કાર્યક્રમ થકી ધ્યાન રાખીએ…

જે બાળકોએ પરિક્ષા આપી છે તે બધા સફળ થાય તેવી શુભભાવના..

Share:

Related

Categories