Anemia Prevention Initiative in Residential Ashram Schools – A Collaborative Effort for a Healthier Future

• In the academic year 2024–25, under the Anemia Prevention and Control initiative and in support of the “Anemia Mukt Bharat” program, a collaborative effort between Shrimad Rajchandra Hospital & Research Centre and Dr. K. R. Shroff Foundation launched the Anemia Project in residential ashram schools of Poshi­na and Khedbrahma blocks in Sabarkantha district.

• As part of the various initiatives run by Dr. K. R. Shroff Foundation, Vadali, a new experiment was undertaken to maintain the health of children in remote villages and prevent iron deficiency. Under the Anemia Project, hemoglobin testing was conducted for the children.

• In support of the “Anemia Mukt Bharat” initiative, Virenbhai and his team from Shrimad Rajchandra Hospital & Research Centre conducted a training session on 13th and 14th November 2024 for 30 teacher-facilitators of Dr. K. R. Shroff Foundation. The training focused on how to conduct hemoglobin tests and how to make online data entries.

• Under this project, guided by Mr. Rahulbhai and Ms. Rajulben from Dr. K. R. Shroff Foundation, 18 teachers conducted hemoglobin testing for 1,248 children across 7 residential ashram schools in Poshi­na and Khedbrahma blocks of Sabarkantha district. All children were given Albendazole (deworming) tablets. Out of 1,248 children, 414 were found to be anemic. These 414 children were educated about anemia and given “Take One Today” tablets, which are to be taken once daily after meals. The responsibility for ensuring daily tablet intake was assigned to the housemothers of each residential school. Additionally, team leaders from Dr. K. R. Shroff Foundation also took on this responsibility.

• The anemic children (414 in total) are required to take the “Take One Today” tablet for three months. They are also provided with appropriate nutrition from the school during this period. After three months, their hemoglobin levels will be rechecked. The children will continue receiving the tablets until their hemoglobin level reaches above 11.

·         શૈક્ષણિક સત્ર 2024-25 માં એનિમિયા નિવારણ અને નિયંત્રણ અંતર્ગત “એનિમિયા મુક્ત ભારત” કાર્યક્રમના સમર્થનમાં શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની ટીમ અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસ દ્વારા સાબરકાંઠા જીલ્લાના પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાની નિવાસી આશ્રમ શાળાઓમાં એનિમિયા પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો..

·         ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન,વડાલી સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો. અંતરિયાળ ગામડાનાં બાળકોની તંદુરસ્તી જળવાય તેમનામાં લોહીની ઉણપ ન રહે તે માટે એનિમિયા પ્રોજેક્ટ અંતર્ગત બાળકોના લોહીની તપાસ કરવામાં આવી.

·         એનિમિયા નિવારણ અને નિયંત્રણ અંતર્ગત “એનિમિયા મુક્ત ભારત” કાર્યક્રમના સમર્થનમાં શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થી આવેલ વિરેનભાઈ અને તેમની ટીમ દ્વારા તારીખ 13 અને 14મી નવેમ્બર 2024 ના રોજ ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના 30 શિક્ષક મિત્રોને લોહીની તપાસ કેવી રીતે કરાવી અને તેની ઓન લાઈન એન્ટ્રી કેવી રીતે કરાવી તેની તાલીમ આપવામાં આવી.

·         આ પ્રોજેક્ટ અંતર્ગત ડૉ કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના રાહુલભાઈ અને રાજુલબેનના માર્ગદર્શન હેઠળ 18 શિક્ષકો દ્વારા સાબરકાંઠા જીલ્લાના પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાની 7 નિવાસી આશ્રમ શાળાઓના 1248 બાળકોનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું. આ દરેક બાળકોને Albendazole (કૃમિનાશક)ટેબ્લેટ આપવામાં આવી. 1248 બલાકોમેથી 414 બાળકોમાં હિમોગ્લોબીનની ઉણપ જણાઈ. આ 414 બાળકોને અનિમિયાની સમજ આપવામાં આવી. અને Take One Today નામની ટેબ્લેટ આપવામાં આવી. જે દરેક બાળકને દરરોજ જમ્યા પછી એક ટેબ્લેટ લેવાની ફરજ પાડવામાં આવી. અને દરેક બાળક નિયમિત ટેબ્લેટ લે તેના માટે જે તે નિવાસી શાળાના ગૃહમાતાએ જવાબદારી સ્વીકારી. સાથે સાથે ડૉ.કે.આર.શ્રોફના જે તે ટીમલીડર મિત્રોએ પણ જવાબદારી સ્વીકારી.

·          હિમોગ્લોબીનની ઉણપ ધરાવતા 414 બાળકોને ત્રણ મહિના સુધી Take One Today ટેબ્લેટ લેવાની હોય છે. સાથે સાથે તેઓને શાળામાંથી જરૂરી ખોરાક પણ આપવામાં આવે છે. ત્રણ મહિના પછી ફરીથી તેમનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવશે. અને જ્યાં સુધી તેમનું હિમોગ્લોબીન 11 થી વધુ ન આવે ત્યાં સુધી તેમને નિયમિત ટેબ્લેટ આપવામાં આવે છે.

Share:

Related

Categories