”The Life Class”: Teacher giving life lessons to students

Jethipura is a cheerful village of Sabarkantha and more cheerful is its primary school. The school flourished under the guidance of Acharya (principal) Vijaybhai. School teachers are very noble. Shaping the future of children is a constant endeavor. The teachers’ vacancy in the school was filled by KRSF by placing Kinjalben.
Kinjalben takes life class in school. Life class signifies shaping a cultured life along with education. KRSF has developed different modules of life class. There are topics about instilling confidence in children to cultivating cultural values. Some of the students from our Kinjalben’s life class met our Pratulbhai. We felt worthwhile to conduct life classes after listening to these kids’ narratives.
When Nusrat, studying in school, broke something in the house and if there was no one around, she
would lie that she did not break it. We know that not only kids but adults have the same attitude. But
Kinjalben had taught everyone in class not to lie. Later, it happened that Nusrat broke something in
house. She picked up broken pieces together and told her mother that she broke it. Nusrat was afraid
that mother would start scolding her, but, on the contrary, her mother praised her for telling the truth.

Shri Pratulbhai with students and teachers
A similar case happened with Akhlaq. He had a bad habit of eating tobacco. A topic of choice between
good and evil is taught in class. Realizing this lesson, he quit tobacco and came to class, admitted and said that tobacco was not the right choice. Tamannaa had habit of exaggerating things. Once this habit led to a big fight in the house. She realized her mistake and left that habit. Some said they got over their fear of ghosts by watching the film Makadi in class.
Hearing all these things from children’s mouth reminded us that Gandhiji always stressed on proper upbringing. We also focus on cultured upbringing. Somehow or other, kids are going to find a way to get education. They will become a doctor or an engineer but that education is of no use if they do not
become a good citizen of the country. That is why KRSF emphasizes much on life class.
Currently 50,000 children are being taught by the foundation. We are proud of this achievement and
likewise we aspire to reach many more children in future.

Shri Pratulbhai and Kinjalben in a class
”ધ લાઇફ ક્લાસ”: વિદ્યાર્થીઓને જીવનના પાઠ આપતા શિક્ષક
સાબરકાંઠાનું જેઠીપુરા મજાનું ગામ ને એથીયે મજાનીગામની પ્રાથમીકશાળા. આચાર્ય વિજયભાઈની નિશ્રામાં શાળા ફળીફુલી. શાળાના શિક્ષકો ઉમદા. બાળકોનું ભાવિ ઘડવા એ સતત મથ્યા કરે. શાળામાં શિક્ષકોની ઘટની પૂર્તી KRSF એ કિંજલબેનને મુકીને કરી.
કિંજલબેન શાળામાં લાઈફ ક્લાસ લે. લાઈફ ક્લાસ એટલે ભણતરની સાથે જરૃરી ઘડતર કરવાનું કામ..
KRSF એ લાઈફ ક્લાસના અલગ અલગ મોડ્યુઅલ ડેવલોપ કર્યા. જેમાં બાળકોમાં આત્મવિશ્વાસ જગાવવાની વાતથી લઈને સંસ્કાર સિંચનની વાતો કરવામાં આવે. અમારા કિંજલબેને લીધેલા લાઈફ ક્લાસના વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓને અમારા પ્રતુલભાઈ મળ્યાને બાળકોએ જે વાતો કરી તે સાંભળીને અમને લાફઈ ક્લાસ કર્યાનું લેખે લાગ્યું.
શાળામાં ભણતી નુસરતના હાથે ઘરમાં કોઈ વસ્તુ તુટી ફુટી જાય ને આસપાસમાં એ દરમ્યાન કોઈ હોય નહીં તો એ આરામથી પોતે નથી તોડ્યું એવું જુઠ્ઠુ બોલી જતી. બાળકો શું મોટાઓનું પણ આવું જ વર્તન હોય. પણ કિંજલબેને વર્ગમાં જુઠ્ઠુ ન બોલવાની શીખ આપેલી તે એ પછી નુસરતના હાથે તુટેલી વસ્તુને લઈને એણે એની મમ્મીને પોતાનાથી વસ્તુ તુટ્યાનું કહ્યું, નુસરતને હતું કે વઢ પડશે પણ એની મમ્મીએ સાચુ બોલ્યાની શાબાશી આપી.

Shri Pratulbhai interacting with students
આવો જ કિસ્સો અખલાકનો થયો. એને પડીકી ખાવાની ટેવ પડી ગયેલી. ક્લાસમાં સાચી ખોટી પસંદગી વિષય ભણાવવામાં આવે. એનાથી એણે પડીકી છોડી ને ક્લાસમાં આવીને પડીકી સાચી પસંદગી નહોતી એ કહ્યું. તમન્નાની આદત વાત ને વધારીને કહેવાની એનાથી ઘરમાં એક વખત મોટો ઝઘડો થયો. એને એની ભૂલ સમજાઈ ને એણે એ આદતન છોડી. કેટલાકે મકડી ફીલ્મ ક્લાસમાં જોઈને ભૂતની બીક ભાંગ્યાનું પણ કહ્યું..
બાળકોના મોંઢે આ બધી વાતો સાંભળી ગાંધીજી હંમેશા કેળવણી પર ભાર આપતાનું યાદ આપ્યું. અમે કેળવણી પર ધ્યાન આપીયે. ભણવાનું તો બાળકો કરી લેશે. ડોક્ટર એન્જીનીયર બની જશે પણ એ દેશના સારા નાગરિક નહીં બને તો એ ભણતર કશા કામનું નહીં. માટે KRSF લાઈફ ક્લાસ પર ઘણો ભાર આપે..
હાલમાં સંસ્થા દ્વારા 50,000 બાળકોને ભણાવાઈ રહ્યા છે. જેનો રાજીપો છે ને ઈચ્છા અનેક બાળકો સુધી પહોંચવાની છે..

Share:

Related

Categories