Besides the book knowledge, KRSF teachers gives the life lessons too

‘What exactly is life class?’

‘Anilbhai runs such a class in place of teaching weak students in our school!’

‘Have you ever attended that class?’

‘No, but the children have a lot of fun.’

In the primary school of Motaa Dodisaragam in Sabarkantha, this was a constant murmuring among the teachers.

The questioner, Jasoraben, wanted to know what Anilbhai exactly did teach in the life class and so she hurried to Anilbhai’s life class. Normally a classroom accommodates twenty students. But whenever there is a life class, the classroom was always overflowed by most of the school children, pushing each other in limited space. Jasoraben also attended. She saw Anilbhai teaching how to develop self- confidence in children, regularity, discipline, etc. In short, Anilbhai taught how to build a useful life.

Anilbhai giving some life class

Students, who did not normally speak much in school, spoke a lot in this class. Jasoraben also got interested in this class. She also started attending this class every week regularly and started teaching the things taught in the life class to the children in her classroom. This started to show a reformation in her students.

KRSF appointed Anilbhai as a teacher to fill the shortage of teachers in Motaa Dodisara. He became the favorite of children as well as other school staff too. Recently the students of this school came first in district level kabaddi competition. They were successful because they learned the spirit of teamwork in the life class.The aim of KRSF is not only to educate the children but also to make them good and responsible citizens of the country. More than 650 teachers of the Foundation who teach children in government schools are given special training in life classes so that these children can be nourished with cultural values. Pratulbhai, the founder of KRSF, also visited Motaa Dodisara primary school. It is natural to feel happy seeing this type of school. We wish everyone a happy and glorious life!!!!!

પુસ્તકીય જ્ઞાન ઉપરાંત, KRSF શિક્ષકો જીવનના પાઠ પણ આપે

Anilbhai teaching in the class

લાઈફ ક્લાસ એ વળી શું?’

‘આપણી નિશાળમાં નબળા વિદ્યાર્થીઓને ભણાવવાનું કરતા અનીલભાઈ આવો વર્ગ ચલાવે છે!’

‘તમે કોઈ દિવસ એ વર્ગમાં બેઠા છો?’

‘ના પણ બાળકોને બહુ મજા પડે છે.’

સાબરકાંઠાના મોટી ડોડીસરાગામની પ્રાથમિકશાળામાં શિક્ષકો વચ્ચે આ ગણગણ થાય.

સવાલ પુછનાર જાસોરાબેનને લાઈફ ક્લાસમાં અનીલભાઈ એવું શું કરાવે તે જાણવાની તાલાવેલી થઈ ને એ પહોંચ્યા અનીલભાઈના વર્ગમાં. આમ તો આ વર્ગમાં વીસ વિદ્યાર્થીઓએ બેસવાનું હોય પણ શાળાના મોટાભાગના બાળકો લાઈફ ક્લાસ હોય ત્યારે સાંકડ મુકડ કરી એક વર્ગમાં બેસી જાય. જાસોરાબેન પણ બેઠા.. એમણે ક્લાસમાં બાળકોમાં આત્મવિશ્વાસ કેવી રીતે ખીલે, નિયમીતતા, શિસ્ત ટૂંકમાં જીવન ઘડતરની વાતો અનીલભાઈ શીખવતા હોવાનું જોયું. જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે શાળામાં ઝાઝુ બોલતા ન હોય એ આ વર્ગમાં ઘણું બોલે..

જાસોરાબેનને પણ આ વર્ગમાં રસ પડ્યો. એ પણ દર અઠવાડિયે લેવાતા આ વર્ગમાં અચુક હાજર રહેવા માંડ્યા ને પોતાના વર્ગખંડમાં બાળકોને લાઈફ ક્લાસમાં ભણવવામાં આવતી વાતો શીખવવા માંડ્યા. જેનાથી વિદ્યાર્થીઓમાં બદલાવ આવવા માંડ્યો.

Students are listening Anilbhai carefully

KRSF એ મોટા ડોડીસરામાં શિક્ષકોની ઘટની પૂર્તી માટે અનીલભાઈને શિક્ષક તરીકે મુકેલા. જે બાળકોના અને શાળાના અન્ય સ્ટાફના પણ પ્રિય થઈ ગયા. હમણાં આ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ આવ્યા. ટીમવર્કની ભાવના તેઓ લાઈફ ક્લાસમાં બરાબર શીખ્યા હતા માટે એ સફળ થયા. KRSF નું લક્ષ બાળકોને માત્ર ભણાવવાનું જ નહીં પણ એ દેશના ઉત્તમ તેમજ જવાબદાર નાગરિક બને તેવું માટે ફાઉન્ડેશનના 650 થી વધારે શિક્ષકો જે સરકારી શાળામાં બાળકોને ભણાવે તેમને લાઈફ ક્લાસની ખાસ તાલીમ આપવામાં આવે જેથી એ બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ પણ કરી શકે.

મોટા ડોડીસરાની પ્રાથમિકશાળાની મુલાકાત KRSF ના સ્થાપક પ્રતુલભાઈએ પણ લીધી.. સુંદર શાળા જોઈને રાજી તો થવાય જ… બસ સૌનું શુભથાવોની શુભભાવના.

Share:

Related

Categories