Why is a school age little girl doing housework instead of being in school?
This question sprang to mind of our teacher Hinaben, working as a supplementary teacher in a primary school in Sunderpura village, Sabarkantha.
Ashika studying in primary school is a smart student. An examination is conducted by KRSF every year and the children who pass this exam, are given a monthly scholarship by way of necessities of life. This encourages the child and his/her parent to educate the child. Ashika passed the exam and she was rewarded a scholarship every month. Hinaben went to Ashika’s house to deliver scholarship stuff and saw Ashika’s elder sister Saroj. In response to why she did not go to school, Saroj replied that she did not like the hostel. Hinaben asked her parents to let her study in the village school instead if she didn’t like the hostel. But Saroj as well as parents were not particularly that much prepared. But with the constant persuasion by Hinaben and our team leader Rohitbhai, Saroj ultimately started going to school.
Shri Pratulbhai visited girls at school
There are countless children like Saroj around us who dropped out of school for one or another reason. Not a single child will be deprived of education if enough attention is given to such children. Our motto ”child first with holistic development of the village” is known to our teachers. Hinaben paid special attention to Saroj and saw that she keeps going to school. Hinaben mainly teaches mathematics in primary school. She also train students who are weak in reading and writing. She calls the students to school at 9.30 am and prepare them to pass exams to get various government scholarships. School Principal Popatbhai and other teachers, Vinitaben and Vinaben, are also very happy with Hinaben’s method. They say,” Our children have new enthusiasm after Hinaben’s arrival.
Especially the children have started preparing for competitive exams since childhood”. KRSF founder Pratulbhai specially went to this school in Sunderpura. He applauded the work of Hinaben and other teachers of the school.
Hinaben with Ashika and Saroj’s parents
શાળા છોડી દેવાથી હવે શાળાએ જવાનું શરૂ કર્યું : શિક્ષકનું ધ્યાન બાળકનું ભવિષ્ય અને બાળપણ બચાવે
નિશાળે જઈ શકે તે ઉંમરની દીકરી નિશાળમાં હોવાની જગ્યાએ ઘરકામ કેમ કરી રહી છે?
આ સવાલ સાબરકાંઠાના સુંદરપુરાગામની પ્રાથમિકશાળામાં પૂરક શિક્ષક તરીકે કાર્ય કરતા અમારા શિક્ષક હિનાબહેનને થયો.
પ્રાથમિકશાળામાં ભણતી આશિકા ભણવામાં હોંશિયાર. KRSF દ્વારા દર વર્ષે એક પરિક્ષા લેવામાં આવે જેમાં પાસ થનાર બાળકોને માસીક સ્કોલરશીપ એટલે કે જીવન જરૃરી ચીજો આપવામાં આવે. આનાથી બાળક અને બાળકના વાલીને બાળકને ભણાવવા પ્રોત્સાહન મળે. આશિકાએ પરિક્ષા પાસ કરી એને દર મહિને સ્કોલરશીપ પેટે વસ્તુ મળે જે આપવા હીનાબહેન આશિકાના ઘરે ગયા ને આશિકાની મોટી બહેન સરોજને એમણે જોઈ.
Shri Pratulbhai with school staff
નિશાળ કેમ નથી ગઈના જવાબમાં હોસ્ટેલ નથી ગમતીનું દીકરીએ કહ્યું. નામ એનું સરોજ. હીનાબહેને એના માતા-પિતાને હોસ્ટેલમાં ન ગમે તો ગામની નિશાળામાં ભણવા મુકવા કહ્યું. પણ સરોજની સાથે સાથે માતાપિતા પણ ખાસ તૈયાર નહીં. પણ હિનાબહેન અને અમારા ટીમલીડર રોહીતભાઈની સતત સમજાવટથી આખરે સરોજ નિશાળમાં જતી થઈ ગઈ.
આપણી આસપાસ સરોજ જેવા અસંખ્ય બાળકો હશે જેઓએ કોઈક કારણ સર શાળા છોડી દીધી છે. આવા બાળકો પ્રત્યે ધ્યાન આપવામાં આવે તો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. અમારુ સૂત્ર બાળક પ્રથમ અને ગામનો સર્વાગીણ વિકાસ. અમારા શિક્ષકો જાણે માટે હિનાબહેને સરોજ પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું ને એને શાળાએ જતી કરી.
પ્રાથમિકશાળામાં હીનાબહેન મુખ્યત્વે ગણિત ભણાવે સાથે વાંચન લેખનમાં નબળા વિદ્યાર્થીને પણ ભણાવે. તેઓ સરકારીની વિવિધ સ્કોલરશીપ બાળકોને મળે તે માટે વિદ્યાર્થીઓને સવારે 9.30ના શાળામાં બોલાવે ને તૈયારી કરાવે.
Saroj started going to school
શાળાના આચાર્ય પોપટભાઈ તેમજ અન્ય શિક્ષિકા બહેનો વિનીતાબહેન અને વીણાબહેન પણ હીનાબહેનની કાર્યપદ્ધતિથી ખુબ રાજી… એ કહે, ‘હિનાબહેન આવવાથી અમારા બાળકોમાં નવો ઉત્સાહ છે ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ બાળકો નાનપણથી કરતા થયા છે..’
સુંદરપુરાની આ શાળામાં KRSF ના સ્થાપક પ્રતુલભાઈ ખાસ ગયા. હીનાબહેનના અને શાળાના અન્ય શિક્ષકોના કામને એમણે બિરદાવ્યું.