Daksh, a primary school student from Mota Umardagam in the Garhda taluka, aspires to become a skilled tabalchi (drum player).
He often accompanied his father to listen to Santwani (prayer recitation) and Diara, where he was captivated by the tabalchi’s performance. Watching the tabalchi skillfully tap on the tabla (drum) inspired him to pursue this passion. Since then, he began experimenting with the tabla during primary school prayers and gradually improved his playing skills.
Principal Hirenbhai of Mota Umardagam Primary School encouraged Daksha. School was facing a shortage of teachers. KRSF placed Divyaben in the school as a teacher. Daksha was in her class. Divyaben provided additional encouragement to Daksha. Whenever she noticed Daksha wasting time at school, she would ask him to practice on the tabla. She taught him the importance of making good use of his time instead of wasting it.
These days, Daksh plays the tabla well and sings nicely. The school staff, as well as Divyaben, ensure he studies consistently.
Every child has unique talents. Recognizing this, KRSF provides opportunities for each child to flourish in their own way. Divyaben learned this from our training and, as a result, began encouraging Daksha to develop his talent.
We sincerely hope that Daksha’s dream of becoming a tabla player comes true.
‘મારે સારા તબલચી થવું છે’ ગઢડા તાલુકાના મોટા ઉમરડાગામની પ્રાથમિક શાળામાં ભણતા દક્ષની આ ખેવના.
દક્ષ પિતા સાથે સંતવાણી, ડાયરા સાંભળવા જતો. એ વખતે એ તબલચી સામે જોયા કરતો. તબલચીની તબલા પરની થાપ જોઈને એને મજા પડતી. એ વખતે એણે તબલચી બનવાનો નિર્ધાર કર્યો. પ્રાથમિક શાળામાં પ્રાર્થનામાં તબલા પર હાથ અજમાવવાનું એણે શરૃ કર્યું ને ધીમે ધીમે એ સારુ વગાડવા માંડ્યો.
પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈએ દક્ષને પ્રોત્સાહન આપ્યું. મોટાઉમરાળાની પ્રાથમિકશાળામાં શિક્ષકની ઘટ. KRSF એ દિવ્યાબહેનને શિક્ષિકા તરીકે આ શાળામાં મુક્યા. દક્ષ એમના વર્ગમાં. એમણે દક્ષને વધારે પ્રોત્સાહન આપ્યું. દક્ષ શાળામાં ક્યાંક સમય વેડફતો નજરે પડે કે દિવ્યાબહેન એને તબલા પર પ્રેક્ટીસ કરવા કહે. સમય વેડફ્યા વગર એનો સદઉપયોગ કરવાનું એમણે એને શીખવ્યું.
દક્ષ આજે સરસ તબલા વગાડી રહ્યો છે સાથે ગાય પણ સરસ છે. ભણવાનું ન છુટે એનું ધ્યાન શાળાના સ્ટાફની સાથે સાથે દિવ્યાબહેન રાખે છે…
દરેક બાળક જુદી પ્રતિભા ધરાવે. આ પ્રતિભા જોઈને એને એ પ્રમાણે ખીલવાનો મોકો આપવાનું KRSF માને. દિવ્યાબેન પણ અમારી તાલીમમાંથી આ શીખ્યા એટલે એમણે દક્ષની પ્રતિભા ખીલે એ માટે એને પ્રોત્સાહન આપવાનું શરૃ કર્યું.
દક્ષનું તબલચી બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય એવી અભ્યર્થના…