A Teacher’s happy moment, when students irregularity ends and starts to attending classes regularly

Not only Shivani was irregular in school, she was also not much interested in studying. Seeing that one child from the whole class is not much interested in learning, teachers first try a little to improvise but if the effort does not succeed much, they stop to follow it up.
In Shivani’s case, teacher Harshidaben could have put the efforts away. But the ethics of the organization, because of which she was teaching children in Jaalampur school of Meghraj in Sabarkantha stopped her from quitting. KRSF works to meet the shortage of teachers in government schools. Harshidaben was also placed in Jaalampur school to fill the gap. Seeing Shivani’s absence and indifference towards education, she went to Shivani’s home.

Shri Pratulbhai meeting Harshidaben
The financial condition of the family was in a state of despair. Parents do very hard menial labor. This
situation prevented her parents to pay even a little attention to Shivani. Harshidaben embodied the
organization’s motto, ”Child First” in her work style. She tried to get Shivani to attend school regularly.
Then she started preparing her for the exam so that Shivani could get a scholarship given by the foundation to economically weaker children every month. Shivani also liked the idea that the teacher herself took interest in her development. She passed the exam and started getting monthly scholarship from the foundation. Harshidaben told Shivani’s parents that if they wanted this scholarship to continue, Shivani would have to pass the exam conducted by the foundation every three months and they would
have to see that she worked hard for that.

Shivani attending the class regularly
This was the financial support to the family in the form scholarship. This encouraged parents to pay
attention to Shivani. Harshidaben was, of course, there with them. With shared effort, Shivani now
performs at the top of her class. She intends to study further and make a good progress. Shivani’s
parents also now share this dream.
Our intention behind giving scholarship is to bounce back the bright children, who were indifferent towards education, to study with mindful aptitude. Our purpose appears to bear fruits after seeing more than 150 children like Shivani getting the help through scholarship…

શિક્ષકની ખુશીની ક્ષણ જ્યારે વિદ્યાર્થીઓની અનિયમિતતાનો અંત આવે અને તેઓ નિયમિતપણે વર્ગમાં આવવાનું શરૂ કરે
શિવાની નિશાળમાં અનિયમીત. ભણવામાં પણ ઝાઝી રૃચી નહીં. સામાન્ય રીતે આખા વર્ગમાંથી એક બાળકને ભણવામાં રૃચી ન હોવાનું જોઈને મોટાભાગે શિક્ષકો થોડો પ્રયત્ન કરે પણ એ પ્રયત્નમાં સફળતા ન મળે તો મુકી દે.. શિવાનીના કિસ્સામાં પણ શિક્ષીકા હર્ષિદાબહેન એને મુકી દેવાનું કરી શક્યા હોત. પણ એમનું મન એ જે સંસ્થા વતી સાબરકાંઠાના મેઘરજના જાલમપુર નિશાળમાં બાળકોને ભણાવતા તે સંસ્થાના સંસ્કારે એમને એમ કરતા રોક્યા.

Students welcoming Shri Pratulbhai Shroff
KRSF સરકારીશાળાઓમાં શિક્ષકોની ઘટની પૂર્તીનું કામ કરે. હર્ષિદાબેન પણ એ ઘટપૂર્તીના ભાગરૃપે જ જાલમપુરની નિશાળમાં મુકાયા. શિવાનીની ગેરહાજરી શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા જોઈને એ શિવાનીના ઘરે ગયા. ઘરની આર્થિક સ્થિતિ એક સાંધતા તેર તુટે એવી. મા-બાપ કાળી મજૂરી કરે. શિવાની પ્રત્યે એમનું ખાસ ધ્યાન પણ નહીં.
હર્ષિદાબહેને સંસ્થાનું સૂત્ર બાળક પ્રથમ એને બરાબર પોતાની કાર્યશૈલીમાં ઉતારેલું. એમણે શિવાનીને નિયમીત શાળામાં લાવવાનો પ્રયત્ન અને એ પછી ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે નબળા બાળકોને દર મહિને સ્કોરશીપ આપવામાં આવે તે સ્કોલરશીપ શિવાનીને મળે તે માટે પરિક્ષાની તૈયારી કરાવવાનું શરૃ કર્યું.
શિવાનીને પણ શિક્ષિકા એનામાં રસ લે એટલે મજા પડી. એ પરિક્ષામાં પાસ થઈ અને સંસ્થા દ્વારા એને માસીક સ્કોલરશીપ મળવાની શરૃ થઈ. હવે હર્ષિદાબહેને શિવાનીના માતા પિતાને આ સ્કોલરશીપ કાયમ જોઈતી હોય તો શિવાનીએ દર ત્રણ મહિને સંસ્થા દ્વારા લેવાતી પરિક્ષા પાસ કરવી પડશે અને એ માટે એમને મહેતન કરાવવી પડશેનું કહ્યું.
સ્કોલરશીપ રૃપે ઘરમાં ટેકો થઈ રહ્યો હતો. એટલે મા-બાપે પણ શિવાની પર ધ્યાન આપવાનું શરૃ કર્યું. જ્યારે હર્ષિદાબહેન તો સાથે હતા જ. સહિયારી પ્રયાસથી શિવાની હવે એના વર્ગમાં અવ્વલ નંબરે પાસ થાય છે. એને ભણીને ખુબ આગળ વધવું છે. વળી આ સ્વપ્ન શિવાનીના મા-બાપ પણ સેવવા માંડ્યા.
સ્કોરશીપ આપવા પાછળનો અમારો આશય પણ શિક્ષણ પ્રત્યે ઉદાસીન થયેલા હોંશિયાર બાળકોને પાછા મન લગાવીને ભણતા કરવાનો.. અમારો આશય શિવાની જેવા 150 થી વધુ બાળકો સ્કોલરશીપની મદદ મેળવતા જોઈને બર આવ્યો હોય એમ લાગે.

Share:

Related

Categories