Teachers can easily find student’s weakness and immediately starts working on it

”I met Sandhya for the first time when she was in class 6. She was good at English and maths but she was scared of science subject. When I sat with her to understand why it is so, she said, ”I don’t understand science at all!” Sandhya was not an ordinary student. She is brilliant. However, she did not like science and so, she used to drop that subject. I thought that was not right.

“Teachers are specially trained in our foundation to teach difficult subjects easily. I used what I learned in this training to teach Sandhya science with childlike ease. And Sandhya, with her devotion, became quite proficient with science within two years. She is currently in class 12 and dreams of becoming a doctor. I am constantly with her to solve her every puzzle in her education” said Rubinaben. Her father is a vegetables hawker. Witnessing her father’s difficulties, Sandhya repeats every day, ‘I want to become a doctor and free my father from pulling lorry to sell vegetables.’ As also, every daughter is very concerned about her father. The financial condition of the family is also weak. Our foundation train us to hold hands of such students till the end. I just implemented what I learned from foundation and Sandhya now is in class 12.” Rubinaben, who has been working at D K School in Ahmedabad since last 7 years, told us this with pride while talking about Sandhya.

Sandhya with Rubinaben

Sandhya with Rubinaben

Each of our teachers are determined to do something concrete in the lives of children. We went to Sandhya’s house. His father thanked us. He said, ”Sandhya wants to become a doctor, but I don’t understand how that can be possible. We, ourselves do not understand this type of education system. But Rubinaben explains everything to her and with support she in now in class 12.”

When you hear this, you feel satisfied. More than 650 teachers of Dr. K. R. Shroff Foundation teach in various government and institute-run schools where there is shortage of teachers. We provide continuous training to these teachers on how to mold children.

Acharya Chanakya’s phrase ”Destruction and Creation, both are fostered in teacher’s lap.” We try to drill this value in our teachers minds. Foundation’s goal is ”CREATION” and we strive to make teachers determined to achieve it. When we met Sandhya with Rubinaben, we felt that what we sowed has blossomed… 

Rubinaben teaching in class

Rubinaben teaching in class

શિક્ષકો સરળતાથી વિદ્યાર્થીની નબળાઈ શોધે અને તરત જ તેના પર કામ કરવાનું શરૂ કરે 

‘સંધ્યાને હું પહેલીવાર ધો.6માં એ ભણતી ત્યારે મળી. અંગ્રેજી અને ગણીત એનું સારુ પણ વિજ્ઞાનથી એ દુર ભાગે. આવું કેમ? એ સમજવા જ્યારે એની સાથે બેસી ત્યારે એણે કહ્યું, વિજ્ઞાનમાં મને ટપ્પો નથી પડતો.. સંધ્યા સામાન્ય વિદ્યાર્થી નહોતી. એ હોંશિયાર હતી. એને વિજ્ઞાન નથી ગમતું એટલે એ વિષય છોડી દેવાનું એ કરતી જે મને યોગ્ય ન લાગ્યું. બાળકોને અઘરા લાગતા વિષયો સરળ રીતે શીખવવા અમારા ફાઉન્ડેશનમાં તાલીમ આપવામાં આવે. આ તાલીમમાં હું જે શીખી તેનો ઉપયોગ મે સંધ્યાને સરળતાથી વિજ્ઞાન શીખવવા કર્યો. અને સંધ્યાનું વિજ્ઞાન બે વર્ષમાં એકદમ સરસ થઈ ગયું.

હાલ એ ધો.12માં છે અને ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવે છે. હું ભણતરને લગતી એની દરેક મૂંઝવણમાં સાથે છું. એના પપ્પા શાકભાજી વેચે છે. પિતાની તકલીફ સંધ્યા જુએ એટલે દરરોજ મારે ડોક્ટર થઈને મારા પપ્પાને આ લારી લઈને શાકભાજી વેચવામાંથી મુક્તિ અપાવવી છે એવું કહે. દીકરીઓને આમ પણ પિતાની ચિંતા વધુ હોય. પરિવારની આર્થિક હાલત પણ નબળી. અમને ફાઉન્ડેશનમાંથી આવા વિદ્યાર્થીઓની આંગળી છેક સુધી પકડી રાખવાનું શીખવવામાં આવે. બસ જે શીખી એ અમલમાં મુક્યું ને સંધ્યા 12માં આવી ગઈ.’

અમદાવાદમાં ડી કે બીન શાળામાં 7 વર્ષથી ફરજ બજાવતા રૃબીનાબહેને ગૌરવ સાથે સંધ્યાની વાત કરતા અમને આ જણાવ્યું. 

Sandhya selling vegetables with her father

અમારા દરેક શિક્ષક બાળકોના જીવનમાં નક્કર કશુંક કરવાના સંકલ્પ સાથે કામ કરે. સંધ્યાના ઘરે અમે ગયા. એના પપ્પાએ અમારો આભાર માન્યો. એમણે કહ્યું, ‘સંધ્યા ડોક્ટર બનવાનું કહે પણ એ કેમ બનાય મને કશું સમજાય નહીં. પણ આ રૃબીનાબહેન એને બધુ સમજાવે. અમને તો આ ભણતરમાં ઝાઝી ખબર ના પડે. પણ તમે સાથે રહ્યા ને સંધ્યા બારમાં સુધી પહોંચી ગઈ.’

આવું સાંભળીયે ત્યારે સંતોષ થાય. ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના 650 થી વધારે શિક્ષકો વિવિધ સરકારી અને સંસ્થા સંચાલિત નિશાળમાં જ્યાં શિક્ષકોની ઘટ હોય ત્યાં ભણાવે. આ શિક્ષકોને અમે બાળકોનું ઘડતર કેવી રીતે કરવું તેની સતત તાલીમ આપીયે.

Rubinaben with Sandhya and her father 

આચાર્ય ચાણક્યનું વાક્ય ”પ્રલય ઔર નિર્માણ શિક્ષક કી ગોદમે પલતા હૈ..” આ વાત અમારા શિક્ષકોને અમે બરાબર સમજાવીયે અને ફાઉન્ડેશનનું લક્ષ્ય ”સર્જન” અને એમાં શિક્ષકો કટીબદ્ધ થાય તે માટે મથીયે. 

રૃબીનાબહેન સાથે સંધ્યાને મળીને અમે વાવેલું બરાબર ઊગ્યું હોય એમ લાગ્યું…

Teachers help students to achieve their dreams by finding their passion and molding it.

Rasnal is small village in Gadhada Taluka of Botad. Prarthana, an interesting little girl studies in the primary school of the village. Parents do farming in partnership. Father drives a rental truck too.

Financial condition is relatively average. But the parents’ spirit was to educate the daughter well, so she could go ahead in her life. She is smart in learning. Additionally, nature gifted her with melodious voice.

She sings prayers and leads others in prayers regularly in school. The principal of the school and two teachers Harshidaben and Medhaben, placed by us (i.e. KRSF) to fill vacancies of teachers in this school, felt that her voice was beautifully melodious. They encouraged Prarthana and arranged her singing practice during recess time. The voice started to mold  by picking rhythms.

Teachers help students 01

Students paying attention in her class

During this time, a music competition was organized at the taluka level and Prarthana secured a first rank. Thereafter, she secured a second rank in the competition organized at the district level.

In cities, parents struggle to make children participate in extra-curricular activities. But this is still not happening in small villages. There, children’s talent is first revealed to the teacher only. At such a time, if the teachers help in developing the talent of the child, the future of such children will shine in the fields other than education as well.

Along with government school, our team at KRSF feel happy in being instrumental in making Prarthna’s future glorious.

Good wishes for Prarthana, who initiated by singing prayers at school, to make a name for herself in the world of music…..

Students participating in class

Students participating in class

શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના હુનર શોધી તેને ઢાળીને તેમના સપનાને સિદ્ધ કરવામાંય મદદ કરે 

રસનાળ, બોટાદના ગઢડા તાલુકાનું નાનકડુ ગામ. ગામની પ્રાથમિકશાળામાં પ્રાર્થના નામની આપણને સૌને રસ પડે એવી દીકરી ભણે. માતા પિતા ભાગવી ખેતી કરે. પિતા ખેતી સાથે ટ્રક પણ ચલાવે.  આર્થિક સ્થિતિ ઘરની પ્રમાણમાં ઠીક ઠીક. પણ માતા પિતાની ભાવના દીકરી ભણીને ખુબ આગળ વધે તેવી.  દીકરી ભણવામાં હોંશિયાર સાથે કુદરતે એનો કંઠ મજાનો ઘડ્યો. પ્રાર્થના શાળામાં થતી પ્રાર્થનામાં નિયમીત પ્રાર્થના ગાય. અવાજ સુંદર હોવાનું શાળાના આચાર્ય ને અમારા એટલે કે KRSF દ્વારા આ શાળામાં શિક્ષકોની ઘટની પૂર્તી માટે મુકેલા બે શિક્ષિકા હર્ષિદાબહેન અને મેધાબહેનને લાગ્યું. એમણે પ્રાર્થનાને પ્રોત્સાહન આપ્યું ને એનો રિયાઝ રીશેસ દરમ્યાન શરૃ કરાવ્યો. કંઠ ઘડાતો ગયો. 

આ દરમ્યાન તાલુકા કક્ષાએ સંગીત સ્પર્ધાનું આયોજન થયું ને એમાં પ્રાર્થના પ્રથમ આવી એ પછી  જિલ્લાકક્ષાએ આયોજીત સ્પર્ધામાં એ બીજા ક્રમે આવી.

Harshidaben, Medhaben and Prarthana

Harshidaben, Medhaben and Prarthana

શહેરોમાં બાળકોને ભણવા સિવાયની પ્રવૃતિમાં ભાગ લેતા કરવા મા-બાપ ભારે જહેમત ઉઠાવે. પણ ગામ઼ડાઓમાં હજુ આ બધુ થતું નથી. ત્યાં બાળકોની પ્રતિભાનો પહેલો પરિચય શિક્ષકને જ થાય. આવા સમયે શિક્ષકો એ બાળકની પ્રતિભા ખીલવવામાં મદદરૃપ થાય તો આવા બાળકોનું ભવિષ્ય ભણતર સિવાયના ક્ષેત્રમાં પણ ઉજળુ બને..

પ્રાર્થનાનું ભવિષ્ય ઉજળું બનાવવામાં સરકારી શાળાની સાથે KRSF ની ટીમ નિમીત્ત બની રહી છે તેનો રાજીપો.. 

શાળાની પ્રાર્થના થી ગાવાની શરૂઆત કરનાર પ્રાર્થના સંગીતની દુનિયામાં પોતાનું નામ રોશન કરે તેવી શુભભાવના.

Why to waste money? When a village school can provide you education better than any private school

“We have passed a resolution in our village that not a single student of the village should be educated in a private school.” It was very surprising when Ravindrabhai of Kubaadhrol village of Wadali in Sabarkantha district said this. These days, it is like a craze to have a child study in a private school. As a result, the government schools have come to almost at dead end in many places. In such circumstances, what did Kubaadhrol do, so as to convince parents to educate their children only in the village school? Kubaadhrol Yuva Mandal established a high school in the village years ago, with an objective that students don’t have to go out of the village for classes 9 and 10. Government gives grant to this high school. But, somewhere somehow, the quality of education gradually deteriorated causing the number of students also to decrease.

Shri Pratulbhai with school teachers

Shri Pratulbhai with school teachers 

In such circumstances, Rabindrabhai Patel was elected as the president of the Yuva Mandal . He concluded that the reason for the drop in students was, ”not getting good education”. He decided to strive to meet the shortage of teachers for quality education. During this time, he happened to know about our organization, Dr. K R Shroff Foundation, that works to provide quality education to children in Sabarkantha area by filling in shortage of teachers in government schools. He contacted us and apprised us of the entire situation. We put trained teachers there. In the year 2016, when Dr K.R. Shroff Foundation placed teachers, the total strength of class 9 and 10 was approximately 50. Then, due to the tireless efforts of Ravindrabhai Kodarbhai Patel, Bhikhabhai Joitabhai Patel, Vasantbhai Shankarbhai Patel, Pravinbhai Shivabhai Patel (Secretary of Seva Mandali), Pravinbhai Manakabhai Patel, Nareshbhai Ishwarbhai Patel, School In-Charge Shri Mahendrabhai Becharbhai Patel, school staff members, teacher Pareshbhai, appointed by Dr KR Shroff Foundation and the villagers, during the year 2017-18, the estimated number of students in class 9 and 10 increased to 100. As a result, the class 10th result of the school, which was very poor before, increased to 90 percent.

Shri Pratulbhai And Mittal Patel's gathering  
with school staff

Shri Pratulbhai And Mittal Patel’s gathering  with school staff

Rabindrabhai also admitted his children to study in the village’s own school. This provided the village the confidence in the improved education system. The good result of 10th is also being recognized in the taluka. As a result, students from surrounding villages also have started coming to this village to study.

The school principal Hiteshbhai also preferred to admit his children to study in the village school. He said, ”We have to start working on ourselves first, then only we can tell the village people to follow”. His words were true. Now the Mandal has started KG-1, KG-2 in Gujarati medium.

We have saved many schools like Kubaadhrol from dying by posting qualified teachers. Pratulbhai Shroff, the founder of our organization, considers education as a ” PARASMANI” (which turns iron into gold) and convinces us that the child’s life will be transformed if it is touched by this ”Parasmani”. We strive to work with this philosophy.

Shri Pratulbhai playing with student

Recently Pratulbhai visited Kubaadhrol school. He had the conversation with children, teachers and villagers. The people of Kubaadhrol village resolved not to send children to study in a private school. Such resolutions to get quality education to every child in every village-city is desirable. It is definitely worth learning the example of Kubaadharol.

પૈસાનો બગાડ કેમ કરવો? જ્યારે ગામડાની શાળા તમને કોઈપણ ખાનગી શાળા કરતાં વધુ સારું શિક્ષણ આપી શકે

ખાનગી શાળામાં ગામનો એક પણ વિદ્યાર્થી ભણવા મુકવો નહીં એવો ઠરાવ અમે અમારા ગામમાં પસાર કર્યો છે. સાબરકાંઠાના વડાલીના કુબાધરોલ ગામના રવિન્દ્રભાઈએ જ્યારે આ વાત કરી ત્યારે ભારે નવાઈ લાગી. આજે તો ખાનગી શાળામાં બાળકને ભણવા મુકવાની જાણે હોડ લાગી છે. એટલે ઘણી જગ્યાએ સરકારી શાળાઓ મૃતપ્રાય અવસ્થામાં આવી ગઈ છે ત્યારે કુબાધરોલે એવું નોખુ શું કર્યું કે વાલીઓ પોતાના બાળકોને ગામની નિશાળામાં જ ભણાવવાની વાત માની ગયા. ગામમાં કુબાધરોલ યુવક મંડળે હાઈસ્કૂલની સ્થાપના વર્ષો પહેલાં કરેલી. મૂળ ધો.9 અને 10 માટે વિદ્યાર્થીઓને ગામ બહાર જવું ન પડે એ માટે. સરકાર આ હાઈસ્કૂલને ગ્રાન્ટ આપે. પણ ક્યાંક શિક્ષણની ગુણવત્તા ધીમે ધીમે ઘટી ને એના લીધે વિદ્યાર્થીની સંખ્યા પણ.

Shri  Pratulbhai visiting the school 

આજ અરસામાં મંડળના પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ પટેલની વરણી થઈ. એમણે વિદ્યાર્થીઓની ઘટનું કારણ સારુ શિક્ષણ મળતું ન હોવાનું તારણ કાઢ્યું. અને ગુણવત્તાસભર શિક્ષણ માટે શિક્ષકની ઘટ પૂર્તી થાય એ માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યું, આવામાં એમને સાબરકાંઠાના પોતાના વિસ્તારમાં જે સંસ્થાઓ કે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં ઘટની પૂર્તી કરી બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે માટે કાર્ય કરતી અમારી સંસ્થા એટલે કે ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન વિષે ખબર પડી. એમણે અમારો સંપર્ક કર્યો ને સમગ્ર સ્થિતિથી અમને અવગત કરાવ્યા. અમે ત્યાં તાલીમબદ્ધ શિક્ષક મુક્યા.

Shri Pratulbhai guiding the students

વર્ષ 2016માં જ્યારે ડૉ કે.આર.શ્રોફ ફાઉન્ડેશન તરફથી શિક્ષક મુક્યા ત્યારે ધોરણ 9 અને 10 ની કુલ સંખ્યા અંદાજીત 50 જેટલી હતી. ત્યારબાદ રવિન્દ્રભાઈ કોદરભાઈ પટેલ, ભીખાભાઇ જોઈતાભાઈ પટેલ, વસંતભાઈ શંકરભાઇ પટેલ, પ્રવિણભાઇ શિવાભાઈ પટેલ(સેવા મંડળી સેક્રેટરી), પ્રવિણભાઇ માણકાભાઈ પટેલ, નરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી મહેન્દ્રભાઈ બેચરભાઈ પટેલ તેમજ શાળાના સ્ટાફગણ, ડૉ કે.આર.શ્રોફ ફાઉન્ડેશન તરફથી મુકાયેલ શિક્ષક પરેશભાઈ અને ગ્રામ્યજનના અથાગ પ્રયત્નોથી વર્ષ 2017-18 દરમિયાન ધોરણ 9 અને 10ની અંદાજીત સંખ્યા 100 જેટલી થઈ હતી.પરિણામે શાળાનું ધો.10નું રીઝલ્ટ જે પહેલાં ખૂબ ઓછુ આવતું એમાં ઘરખમ વધારો થઇ 90 ટકા જેટલું આવતું થયું. 

રવીન્દ્રભાઈએ પોતાના બાળકોને ગામની શાળામાં ભણવા બેસાડ્યા. એનાથી ગામને પણ સુધરેલી શિક્ષણ વ્યવસ્થા પર ભરોસો પડ્યો. શાળાનું ધો. 10નું પરિણામ પણ તાલુકામાં નોંધ લેવી પડે તેવું સરસ આવવા માંડ્યું છે. પરિણામે આસપાસના ગામના વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણવા આવવા માંડ્યા. શાળાના આચાર્ય હીતેશભાઈએ પણ પોતાના બાળકોને ગામની શાળામાં જ ભણવા બેસાડ્યા. એ કહે, ‘કાર્યની શરૃઆત આપણાથી કરવી પડે તો આપણે ગામને કહી શકીએ. ‘ એમની વાત સાચી હતી. હવે તો મંડળે કેજી.-1, કેજી-2 ગુજરાતી માધ્યમમાં શરૃ કરાવ્યું છે. 

Shri Pratulbhai & school principle with students

અમે કુબાધરોલ જેવી અનેક શાળાઓમાં શિક્ષકો મુકીને એ શાળાઓને મૃતપ્રાય થતી બચાવી છે. અમારી સંસ્થાના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફ શિક્ષણને પારસમણી માને અને આ પારસમણી જે બાળકને અડી જાય એ બાળકનું જીવન સુધરી જાય એવું અમને સમજાવે. બસ આ ફીલોસોફી પર અમે કામ કરીએ.. 

હમણાં પ્રતુલભાઈએ પણ કુબાધરોલ શાળાની મુલાકાત લીધી..બાળકોને શિક્ષકો ને ગ્રામજનો સાથે ગોષ્ઠી પણ થઈ…

કુબાધરોલ ગામના લોકોએ ખાનગી શાળામાં બાળકોને ભણવા નહીં મુકવાનો ઠરાવ કર્યો આવા ઠરાવો દરેક ગામ- શહેરમાં થાય તેવું ગુણવત્તાસભર શિક્ષણ દરેક બાળકને મળે તે ઈચ્છનીય…ને કુબાધરોલ પાસેથી એ શીખવા જેવું પણ ખરુ.