Why women have to be independent and intelligent : Proved by this personal experience of our teacher

”We, women, normally take good education. But we don’t always think of getting our own foothold after studying. After getting married, if the family is wealthy or if husband comfortably makes good money, we immediately prefer/accept to take care of the household. In a way, this looks right. But
circumstances don’t stay the same forever. Same situation arose in my life too.”
Jagrutiben, who works as a supplementary teacher of KRSF in a primary school in Chitrodigaam,
Sabarkantha, said this with a tongue in cheek. When we asked her to speak openly, she said:
”I completed my MA in 2002. I was married into a middle class family. Farming was small but I was rearing cows and buffaloes and we had enough to run household comfortably. We were blessed with two children. The elder son is disabled. He needed a lot of attention and we did that. We were happy enough. But five years back I was diagnosed with breast cancer and we were panicked. I barely survived cancer. But then, my husband died of a heart attack.

Shri Pratulbhai’s emotional meeting
with Jagrutiben
After recovering from cancer, I could not take care of cows and buffaloes. My husband did cultivation on our small farm but it was not enough to meet ends, so he worked outside jobs. Somehow, it was enough to run household. But after his departure, I was totally responsible for the family. Farming was thin, it was not enough to support the household. I did not have anyone to turn to. I broke down. I was educated but had not worked! What to do was a dilemma. I even thought of suicide!’
‘Then I heard the news of teachers’ requirements in KRSF. I applied for the position. But it was now 21 years after leaving education. I did not remember anything. When I went to take the exam, I talked to
Nishaben, the organization member, and other staff. Seeing my condition, they inspired me to be
courageous. They prepared me for the exam required to join the organization. Of course, I passed, but
permanent job was not guaranteed even after passing the exam. I had to take exams repeatedly. I had
to do everything to prepare me to improve the education of the children whom I had to teach. I was
very confused.”

Shri pratulbhai attended Jagrutiben’s class
While narrating her story, Jagrutiben expressed her gratitude to Pratulbhai Shroff, the founder of the
KRSF organization, for giving her a job in the organization. She was very emotional while talking. And of course, it was really an emotional situation. The organization gave her a reason to live, who was disappointed with life. Besides, it solved the problem of livelihood too. We can say, Nishaben and Kalpeshbhai, the workers of the organization, instilled courage in Jagrutiben. Nishaben said, ”after listening to her, we started thinking of what we can do. If given a job in an institution out of kindness, she would take things granted. As a result, she would not excel in the children education. In this situation, remembering our organization’s values ​​of self-development and compassion, we worked for the self-development of Jagrutiben. We were able to help because she herself was compassionate enough.”

Shri Pratulbhai interacting with students
This type of understanding of Nishaben is overwhelming….. Proud to have such a wonderful team with us. Reverend Pratulbhai blessed her, putting his hand on Jagrutiben’s head and asked her to work with commitment. Jagrutiben felt very relaxed after Pratulbhai’s blessings. When we were leaving Chitraodi School, Jagrutiben said, ”Every woman should take education and should work too. You don’t have idea when the time will change, but if you are working, you will survive in tough times.’
In my opinion, every woman should think about this. We are happy knowing she is settled now.

શા માટે સ્ત્રીઓએ સ્વતંત્ર અને બુદ્ધિશાળી હોવું જોઈએ: અમારા શિક્ષકના આ વ્યક્તિગત અનુભવે કર્યું સાબિત
‘આપણે સ્ત્રીઓ ભણી તો લઈએ. પણ ભણ્યા પછી પગભર થવાનું હંમેશાં વિચારતા નથી. લગ્ન થઈ જાય ને પરિવાર સુખી હોય કે પતિ સરખુ કમાઈ લે તો આપણે તુરત ઘર સંભાળવાનું સ્વીકારી લઈએ. એક રીતે આ બરાબર પણ લાગે. પણ સમય કાયમ એક જેવો ન રહે. મારા કિસ્સામાં પણ એમ જ થયું.’

Shri Pratulbhai with his foundation teachers
સાબરકાંઠાના ચિત્રોડીગામની પ્રાથમિક શાળામાં KRSF ના પૂરક શિક્ષિકા તરીકે કામ કરતા જાગૃતિબહેને જરા મોઘમ વાત કરતા આ કહ્યું. અમે ખુલીને વાત કરવા કહ્યું ત્યારે એમણે કહ્યું,
‘મે MA 2002માં પુરુ કર્યું. મારા લગ્ન મધ્યમવર્ગીય પરિવારમાં થયા. ખેતી નાની પણ હું ગાયો ભેંસો રાખતી ને ઘરનું ગુજરાન ચાલતું. બે બાળકો થયા. એમાં મોટો દિકરો દિવ્યાંગ. એના પર ખુબ ધ્યાન આપવું પડે અને અમે એ કરતા. સુખ હતું. ત્યાં પાંચ વર્ષ પહેલાં મને બ્રેસ્ટ કેન્સર થયું ને હાલાકીની શરૃઆત થઈ. માંડ માંડ કેન્સરમાંથી હું ઊગરી. ત્યાં મારા પતિને હાર્ટ એટેક આવ્યો ને એ આ દુનિયામાંથી ગયા.
કેન્સરમાંથી ઊગરી ગયા પછી મારા થી ગાયો ભેંસોનું કામ થતું નહોતું. મારા પતિ અમારી નાની ખેતી સંભાળે પણ એમાં પુરુ ન થાય એટલે એ સાથે નોકરી કરે. પણ ઘર એનાથી ચાલી જતું. પણ એમના ગયા પછી પરિવારની જવાબદારી મારા પર આવી. ખેતી પાતળી એમાં ઘરનો ગુજારો ન થાય. હું ભાંગી પડી. ભણેલી હતી પણ કામ કર્યું નહોતું એટલે શું કરવું એ મૂંઝવણ. આત્મહત્યાનો વિચાર આવ્યો. ત્યાં KRSF માં શિક્ષિકાની નિમણૂક કરવાના સમાચાર મળ્યા. મે અરજી કરી. પણ ભણતર છોડ્યાને 21 વર્ષ થયા કશું યાદ નહોતું. પરિક્ષા આપવા ગઈ એ વખતે સંસ્થાના કાર્યકર નિશાબહેન અને અન્ય સ્ટાફ સાથે વાત થઈ એમણે મારી સ્થિતિ જોઈને હિંમત આપી. સંસ્થામાં જોડાવવા આપવી પડતી પરિક્ષાની તૈયારી કરાવડાવી. ને હું પાસ થઈ.
પણ પરિક્ષા પાસ કરે નોકરી કાયમી થવાની નહોતી. મારે સતત પરિક્ષા આપવાની. જે બાળકોને મારે ભણાવવાના હતા તેમનું ભણતર ઉત્તમ થાય એ બધુ કરવાનું હતું. બહુ મંઝાયેલી હતી.’
જાગૃતિબહેને પોતાની વાત KRSF સંસ્થાના સ્થાક પ્રતુલભાઈશ્રોફને સંસ્થામાં નોકરી આપવા બદલ આભાર વ્યકત કરતા કહી. વાત કરતા કરતા એ ભાવુક થઈ ગયા. ભાવુક થઈ જવાય એવી સ્થિતિ હતી. જીવનથી હતાશ થયેલા એમને સંસ્થાએ જીવવાનું કારણ આપ્યું સાથે આજીવિકાનો પ્રશ્ન હલ કર્યો.

Shri Pratulbhai taking a leave from school
જાગૃતિબહેનમાં હિંમત ભરવાનું કામ સંસ્થાના કાર્યકર નિશાબહેન અને કલ્પેશભાઈએ કર્યું. નિશાબહેન કહે, ‘જાગૃતિબહેનની વાત સાંભળી અમે શું કરી શકીએ વિચાર આવ્યો. દયાભાવથી સંસ્થામાં નોકરી આપી દઈએ તો એ જે બાળકોને ભણાવે એમાં ઉત્તમ ન કરી શકે. આવામાં અમારી સંસ્થાના મૂલ્યો સ્વવિકાસ અને સંવેદનશીલતા બેયને યાદ કરી જાગૃતિબહેનના સ્વવિકાસ માટે અમે કામ કર્યું. ને સંવેદના હતી એટલે જ અમે મદદરૃપ થઈ શક્યા.’
નિશાબહેનની આ સમજણ પ્રત્યે ઓવરી જવાય. આવી મજાની ટીમ અમારી સાથે હોવાનું ગૌરવ..
આદરણીય પ્રતુલભાઈએ જાગૃતિબહેનને મન લગાવી એકદમ નિશ્ચિત થઈને કામ કરવાનું એમના માથે હાથ મુકી કહ્યું.
જાગૃતિબહેને પ્રતુલભાઈએ માથે મુકેલા હાથથી હાશ ને સાથે હળવાશ અનુભવી. અમે જ્યારે ચિત્રોડીની નિશાળમાંથી નીકળી રહ્યા હતા ત્યારે જાગૃતિબહેને કહ્યું, દરેક સ્ત્રીએ ભણવું જોઈએ અને ભણ્યા પછી કામ પણ કરવું જોઈએ. સમય ક્યારે બદલાઈ જાય એ ખબર પડતી નથી પણ કામ કરતા હોઈએ તો કપરા સમયમાં ટકી જવાય.
મારા ખ્યાલથી દરેક સ્ત્રીએ આ વાત વિચારવી જોઈએ અમને આનંદ જાગૃતિબહેનની જીંદગી થાડે પાડી શક્યાનો…

God takes one thing from a person but gives something more special as Veena’s case.


”Please ask Veena to make the sound of a cuckoo. She replicates cuckoo’s sounds very nicely!” said a
teacher who was sitting next to where we were sitting in high school in Shangaam, Meghraj. And we asked Veena to make a cuckoo sound.
Veena cannot see outside world, she is not gifted with eyesight. God took away sight from her eyes, but replaced it with beautiful lyrical voice. She sings songs with beautiful lyrical sound. She is Kokeel Kanthi; means her voice was just like a cuckoo. Veena listens to songs, try to remember them and then sings. The financial condition of the house is very poor. So, how can family spend money to teach her singing?
There was shortage of teachers in Shangaam primary school. KRSF appointed Vinodbhai as a teacher.
That time, Veena was in 6th grade. School principal Vitthalbhai, Vinodbhai and other teachers witnessed her singing. Everyone used to encourage Veena. She also participated in local level competition which enhanced her confidence.

Veena has Vinodbhai’s support
Veena is now in St. 9 in high school. Our Vinodbhai still looks after her. High school principal Ranjit Singh Parmar also encourages Veena. Because of this support, Veena recently participated in a music competition held in Mumbai. She wants to become a singer when she grows up. The teachers of the school got together and presented her with instruments such as harmonium, speaker, etc. so that she could do Riyaz/practice singing. Talent is hidden in every child. Properly encouraged, open sky is the limit for this type of talent. We wish this happens in every school like it happened in Shangaam Vidyamandir..

ભગવાન વ્યક્તિ પાસેથી એક વસ્તુ લે પરંતુ વીણાના કેસ તરીકે કંઈક વિશેષ પણ આપે.
કોયલનો અવાજ કાઢવાનું ક્યો વીણા એ અવાજ સરસ કાઢે.. મેઘરજની શણગામની હાઈસ્કૂલમાં અમે જ્યાં બેઠા હતા તેની બાજુમાં બેઠેલા એક બહેને કહ્યું. ને અમે વીણાને કોયલનો અવાજ કાઢવા કહ્યું.
વીણા આ દુનિયાને જોઈ નથી શકતી એની આંખના દિવા ઓલવાયેલા પણ ઈશ્વરે આંખના દિવા ઓલવી બાકી બારે કોઢે દિવા કર્યા હોય એવો એનો સુંદર અવાજ. એ સુંદર ગીતો ગાય. કોકીલ કંઠી એટલે કોયલનો અવાજ તો કાઢી જ શકે..


વીણા ગીતો સાંભળી એને ગોખે અને પછી ગાય. ઘરની આર્થિક સ્થિતિ એકદમ નબળી. આવામાં એની ગાયકી પાછળ તો પૈસા ખર્ચવાનું તો કેવી રીતે થાય?
શણગાલની પ્રાથમિકશાળામાં શિક્ષકોની ઘટ. KRSF એ વિનોદભાઈને શિક્ષક તરીકે મુક્યા. એ વખતે વીણા ધો.6માં ભણે. વીણાની ગાયકી શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ, અમારા વિનોદભાઈ અને અન્ય શિક્ષકો જુએ. સૌએ વીણાને પ્રોત્સાહન આપ્યું. સ્થાનીક સ્તરે થતી સ્પર્ધામાં એને ભાગ લેવડાવ્યો. જેનાથી વીણામાં આત્મવિશ્વાસ વધ્યો.
વીણા હવે ધો.9માં આવી. એ હાઈસ્કૂલમાં આવી ગઈ ત્યાં પણ અમારા વિનોદભાઈ એનું ધ્યાન રાખે.
હાઈસ્કૂલના આચાર્ય રણજીતસિંહ પરમાર પણ વીણાને પ્રોત્સાહીત કરે. વીણાને પીઠબળ મળતા એણે હમણાં મુંબઈમાં આયોજીત સંગીત સ્પર્ધામાં ભાગ લીધો.


એ મોટી થઈને ગાયક કલાકાર બનવા માંગે છે. શાળાના શિક્ષકોએ ભેગા મળીને એને હાર્મોનીયમ, સ્પીકર વગેરે સાધનો લઈ આપ્યા જેથી એ રીયાઝ કરી શકે.
દરેક બાળકમાં પ્રતિભા છુપાયેલી છે. એ પ્રતિભાને જાણીને તેને આકાશ આપવાનું શણગાલના વિદ્યામંદિરમાં થયું એવું દરેક શાળામાં થાય તેમ ઈચ્છીયે..