Fight against addiction: School program and rally raise awareness on adverse effects.

Addiction destroys a person physically as well as psychologically. Even though it is written on every intoxicating item about the adverse effects of taking that intoxicating item, people still consume it. We may think why people do not think of their own wellbeing. They realize only when family members addicted to alcohol, gutkha or beedi suffer from fatal diseases like cancer. These types of fatalities are constantly in front of our eyes. But we assume that nothing is going to happen to us, but when it happens, it’s out of our hands. Not only that, but children in the family adopt those habits after constantly witnessing intoxicated person in family. We have seen many such instances.

Dr. K. R. Shroff Foundation, along with conducting education activities, works to educate children about the dangers of addiction. If any school conducts such awareness programs, it actively participates in those programs.

A rally organized by students and Teachers

Recently a de-addiction program was conducted at Nanabaval School in Khedbrahma. 250 children participated. A drama was played about the disadvantages of addiction. Children’s parents, village elders, youth were also especially present in the program. At the end of the program, a rally was also organized in the village with the slogans of devastation caused by addiction. The principal of the school and other teaching staff organized the event very well. Children also swore that they will stay away from addiction. Rahulbhai and Pratikbhai from the foundation specially joined the program. Dr. Anjanabhen also provided guidance about addiction.

At the end of the program, the symbolic burning of the addictive demon was also done. A small gift was also given by the foundation to the children who attended the program for their awareness.

વ્યસન સામે લડત: શાળા કાર્યક્રમ અને રેલી પ્રતિકૂળ અસરો અંગે જાગૃતિ ફેલાવે

વ્યસન માણસને શારિરીકની સાથે સાથે માનસીક રીતે ખતમ કરી નાખે. આમ તો નશો કરી શકે તેવી દરેક વસ્તુ પર એ નશાકારક વસ્તુ લેવાથી થતા ગેરફાયદા વિષે લખ્યું હોય છતાં માણસો તે લે..

Students holding slogans in their hands

ક્યારેક થાય માણસ કેમ પોતાનું હીત નથી વિચારતો. કુટુંબના મોભી દારૃ, ગુટખા કે બીડીનું વ્યસન કરે ને કેન્સર જેવા જીવલેણ રોગનો ભોગ બને ત્યારે આત્મભાન થાય. પણ આ બાબતો સતત નજર સામે હતી જ. પણ આપણને કશું થવાનું નથી એવું આપણે માની લઈએ ને જ્યારે થાય ત્યારે આપણા હાથમાં કશું હોતુ નથી.

વળી નશો કરનાર વ્યક્તિને જોઈને ઘરમાં બાળકો પણ એ ચીજો શીખે. આવા અનેક દાખલા આપણે જોયા છે. ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન બાળકોને અત્યારથી વ્યસનના ખતરા વિષેની જાગૃત કરવાનું કાર્ય તેમને ભણાવવાની સાથે કરે. જો કોઈ શાળા આવા જાગૃતિના કાર્યક્રમો કરે તો તેમાં પણ પોતાની ભાગીદારી નોંધાવે.

Rahulbhai and Pratikbhai attended the program

તાજેતરમાં ખેડબ્રહ્માની નાનાબાવળ શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ આયોજીત કર્યો. જેમાં 250 બાળકો જોડાયા. વ્યસનથી થતા ગેરફાયદા વિષે નાટક ભજવવામાં આવ્યું. કાર્યક્રમમાં બાળકોના વાલીઓ, ગામના વડીલો, યુવાનો પણ ખાસ હાજર રહ્યા. કાર્યક્રમના અંતે ગામમાં વ્યસનથી થતી બરબાદીના સૂત્રોચાર સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય તેમજ અન્ય શિક્ષણગણે ખુબ સુંદર આયોજન કર્યું હતું. બાળકોએ અમે વ્યસન નહીં કરીયેના શપથ પણ લીધા. ફાઉન્ડેશનમાંથી રાહુલભાઈ તેમજ પ્રતિકભાઈ કાર્યક્રમમાં ખાસ જોડાયા. સાથે ડો. અંજનાબહેને પણ વ્યસન સંદર્ભે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે વ્યસનરૃપી રાક્ષસનું પ્રતિકાત્મક દહન પણ કરવામાં આવ્યું. જે બાળકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા તેમને નાનકડી ભેટ પણ તેમની જાગૃતતા સંદર્ભે ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી.